________________
આઠેક વર્ષ પહેલાં કોઈક આવા શુભ સંકલ્પથી, સુરત મુકામેથી આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ મહારાજ સાહેબની આ “પાઠશાળા’ શરૂ થઈ. પાઠશાળા એટલે “ભણવા માટેની શાળા, પણ આ ભણતર વિશિષ્ટ ભણતર છે, જે જીવન ઘડતર કરનાર છે. આઠ વર્ષો પહેલાં તેના શરૂના અંકોમાં પસાર થવાનું થયું ત્યારે જ આ પ્રકાશને ધ્યાન આકૃષ્ટ કર્યું હતું અને તે માત્ર જૈનધર્મમતાવલંબી ‘પાઠક કે “ભાવકો જ નહિ, પણ આત્મશ્રેયના માર્ગે અગ્રેસરણ કરવા ઉત્સુક તમામ પ્રકારના વાચકોનું --જેમના સુધી પાઠશાળા' પહોંચતી હતી; તે દિવસથી શરૂ કરી હમણાં સુધીના (પુસ્તક ૪૫) અંકોની નિયમિત ઉપલબ્ધિ અને તેમાં વિવિધ લેખો વિશિષ્ટ રીતિમાં લખાયેલ પ્રબોધકથાઓ, પ્રસંગો, આસ્વાદો, કાવ્યશાસ્ત્રવિનોદ સાથે ગહન ધાર્મિક પર્યેષણા-મૂલક ચિંતનસામગ્રી સતત પ્રાપ્ત થતાં રહ્યાં છે. - આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજીની લેખનરીતિ વિશિષ્ટ છે. ક્યારેક ભાવકો સમક્ષ વાર્તાલાપ કરે છે, ક્યારેક પ્રબોધ આપે છે, ક્યારેક ભાષ્યકાર રૂપે આવે છે, ક્યારેક વ્યાખ્યાકાર રૂપે - કેન્દ્રીય વિષય છે ધર્મપ્રબોધના.
કોઈ પણ પ્રકારનો સીધો પ્રબોધ પ્રાયઃ નીરસ બનવાનો સંભવ હોય છે, પરંતુ આ ઉપદેખાની રજુઆતની પ્રાસાદિકતા અને દ્રષ્ટાંત પ્રચૂરતાથી સૈદ્ધાત્તિક કે આચારમૂલક ધર્મવિધિઓ સુધ્ધાં સુગ્રાહ્ય બની જાય છે. “પાઠશાળા’નો તો એ પ્રધાન હેતુ જ છે કે જૈન ધર્મ એટલે કે જૈન તત્ત્વજ્ઞાન કે દર્શન, જૈન સાધુ મહારાજાઓ કે શ્રાવકોની ધર્મોચિત જીવનરીતિના પંથનું માર્ગદર્શન કરવું - --જૈન ધર્મના પૂજા આદિ પ્રમુખ આચારોની, કર્મકાંડની ભૂમિકા સ્પષ્ટ કરવી અને એ રીતે ધર્માનુશાસનને વિશદ રીતે રજૂ કરવું.
‘પાઠશાળા'નો આ હેતુ સર્વથા સિદ્ધ થયો છે, પણ એની --એટલે કે ઉપર્યુક્ત ઘર્મકેન્દ્રીય અનુશાસનની રજૂઆત રોજબરોજના જીવન સાથે, એટલે કે આપણી સમગ્ર જીવનરીતિ સાથે જોડાતાં “પાઠશાળા'ની “ઉપદેશના' ભાવકના જીવનને ઉન્નત રીતે, છતાં સહજ સાધ્ય આચરણમાં મૂકવાની પ્રેરણા આપે છે.
‘પાઠશાળામાં આચાર્ય પ્રદ્યુમ્નસૂરિજી મહારાજના જ લેખ છે, પણ પ્રત્યેક અંકમાં જ્યારે તે આવતા ત્યારે એના વૈવિધ્યને કારણે જાણે અનેક કલમોની પ્રસાદી હોય એ રીતે અંક જીવંત બની જતો. કોઈ પણ સામયિક પત્રિકાની જીવંતતા તેની સામગ્રીની મનભર વિવિધતા અને એનાં પૃષ્ઠો પર એના નયનસુભગ વિન્યાસમાં હોય છે. “પાઠશાળા’ એ રીતે પણ સિદ્ધિવંત છે.
ધર્મપ્રવણ લેખનમાં સાહિત્યિક સંસિદ્ધિ પણ હોય, તે તો “પાઠશાળા'ની ઘણી રચનાઓમાં જોવા મળે છે. કથાઓની પ્રસ્તુતિમાં તો પ્રાય: આ સાહિત્યિકતાથી ધર્મપ્રબોધ સાથે રસબોધ પણ સિદ્ધ થાય છે, પણ જ્યાં જ્યાં એના લેખક સહજ રીતે જીવનના આનંદને, રૂપ-રસ-થ્રાણશ્રવણથી પ્રાપ્ય આનંદ પ્રત્યે પણ ભાવકને એમના પ્રવાહી લેખનમાં ઝબકોરે છે, ત્યારે એ ધર્મરસમાં નિમન્જિત પાઠક સાહિત્યાચાર્યો કથિતુ આનંદ બ્રહ્માનંદ સહોદર આનંદથી જરાય ઓછું પામતો નથી, એ અનેક સ્થળે વિગલિતવેદ્યાન્તરની અવસ્થાએ પહોંચે છે.
‘પાઠશાળા'ના અંકોની સામગ્રીમાંથી સમુચ્ચય પામેલા આ ગ્રંથમાંથી દ્રષ્ટાંતો આપવા બેસું તો પાનાંનાં પાનાં થાય, જે આ નાનકડા આમુખ કે પ્રતિભાવનમાં શોભે નહિ. પરંતુ ધર્મરસિક ભાવકો સાથે સામાન્ય વાચકોય જેમાં પ્રસન્નતા અનુભવે તેવા અનેક ખંડો છે. ઉદાહરણ તરીકે
આવકાર:સત્તર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org