________________
જીવનલક્ષી સુખપાઠ્ય ધર્મચિંતન
આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ મહારાજ સાહેબ જૈન ધર્મશાસ્ત્રોના ગહન અભ્યાસી છે, એ તો કહેવાનું હોય જ નહિ; એ સાથે તેઓ સંસ્કૃત-પ્રાકૃત-જૂની ગુજરાતીમાં લખાયેલા સર્જનાત્મક જૈન સાહિત્યના પષક છે. અભ્યાસી તરીકે એમની વિશેષતા તો એ છે કે, તેમનું અધ્યયન ધર્મવિષયક સાહિત્ય સુધી કદી સીમિત રહ્યું નથી, બલકે શિષ્ટ અને અદ્યતન ગુજરાતી સાહિત્યમાં તેમની ઊંડી પ્રીતિ અને મર્મગ્રાહી દ્રષ્ટિ પણ રહેલાં છે. - મહારાજ સાહેબ સ્વધર્મની અનુદેશના અનુસાર જીવનયાત્રાના પથે અગ્રસરણ કરનાર જ્ઞાનમાર્ગના તપસ્વી સાધક છે, પણ એમની આ સાધના માત્ર આત્મશ્રેયમાં સમાપ્ત ન થઈ જતાં અન્ય અનેક શ્રદ્ધાન્વિત ભાવિકોના જીવનકલ્યાણ માટે સતત પ્રવૃત્ત રહેવામાં વિસ્તરિત થતી ગઈ છે. એ માટે ધર્મઅનુમોદિત “સ્વાધ્યાય’થી લગાતાર સજ્જતા વધારતા જઈ ‘પ્રવચન'નો આશ્રય લેવામાં તેઓશ્રી એકદમ પ્રમાદરહિત છે. વ્યાપક અર્થમાં ‘પ્રવચન' એટલે વ્યાખ્યાનપીઠ પરથી અપાતા વ્યાખ્યાનો તો ખરાં જ, એ સાથે જિજ્ઞાસુ ભાવિકો સાથેના વાર્તાલાપો દ્વારા તેમની જિજ્ઞાસાનું સમાધાન અને શમન પણ છે, ઉપરાંત અન્ય અર્થ છે : પ્ર-વચન અર્થાત્ વિશિષ્ટ વાફવ્યાપાર જે પાઠશાળા” જેવા પ્રકાશન દ્વારા દૂર-સુદૂર બેઠેલા, તેમના નૈદ્યના લાભથી વંચિત, છતાંય જેઓ તેમના પ્રબોધ માટે ઉત્સુક અને આગ્રહી છે એવા ભાવિકોની જ્ઞાનતૃષાને પોતાના ઉબુદ્ધ પ્રજ્ઞાવારિથી પરિશાન્ત કરે છે. | ‘પાઠશાળા” એક રીતે ઉપનિષદ છે, જેમાં ગુરજીની નિકટ બેસીને જિજ્ઞાસુ શિષ્યો પરિપ્રશ્નો અને ઉત્તરોથી બોધિત થવાની પ્રક્રિયા છે. લિખિત શબ્દોથી તે સહજ સંભવ બને છે; “પાઠશાળા” આ | દિશાનું પ્રકાશન છે..
સોળ : પાઠશાળા Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org