________________
ફૂલ તો એની ફોરમ ઢોળી રાજી
તમે આજે એક વિશાળ ઉપવનમાં પ્રવેશ કરી રહ્યા છો ત્યારે, તમે માત્ર વૃક્ષ-વેલી-છોડ-લતા ઉપર ઝૂલતાં કે ઝૂમતાં ફૂલ કે ફળ અથવા તેના નાનાં-મોટાં કૂંપળ-પાંદડાંને જોઈ તેનાં રૂપ-રંગસુગંધ અને રોનકના વખાણથી અટકી ન જતાં, તેને તમારા પોતાના જીવન-ઉપવનમાં, વાવણી કરવા સુધી, મનને લંબાવજો.
અંદર જઈ પસાર થવાનું કરશો ત્યારે ઘણું બધું જોવા સમજવાનું અને જાણવાનું મળશે. એને માત્ર માહિતી-સંગ્રહના ઉમેરા માટે ‘મને ખબર છે’ તે ભાવને ઉપયોગમાં લઈ, ફુલાવાનું ન રાખતા. જ્યાં, જે વાંચીને માથું સહેજ હલવા માંડે,આંખો પહોળી થાય, ત્યાં થોભી જજો ! શાન્ત ચિત્તે આંખો મીંચીને ઊંડાણમાં જજો !
કયા લખાણથી, કયા વાચનથી કયો લાભ લઈ શકાય તેની મને કશી ગતાગમ નથી, પણ તમે જેવા છો તેમાંથી કાંઈક વધુ સારા, વધુ સાચા બનવાની કોશિશ કરજો. શબ્દો, શબ્દો જ ન રહે; તેને વધુ સારા બનવાના ખપમાં લેજો.
મારે પણ આ માટે ઘણાં પૂર્વજ પુરુષોનો, સમકાલીન વ્યક્તિઓનો ઋણ સ્વીકાર કરવાનો છે. એ જ્ઞાની પુરુષનો ઉપકાર પહેલો માનવાનો છે. એ બધાનાં વચનોના આધારે જ આ શબ્દો આવ્યા છે. મારે વાચકોનું ઋણ સ્વીકારવાનું પણ મન છે. લખાણની ખૂબીઓ વાચકોએ બતાવી છે, જે મારી જાણમાં ન હતી. જે સંયોગોમાં, જેવું ઉપરથી આવ્યું, જેવું સૂઝયું, જેવું આવડ્યું, તે મેં કાગળ પર ઉતાર્યું. વાચકો સુધી પહોંચાડ્યું. હવે આ પુસ્તક જાણે અને વાચકો જાણે !
કવિ મકરન્દના ગીતની પંક્તિનો અર્થ, મારી રીતે અહીં બંધ બેસે છે. બી વેર્યાં પછી વાવણીને માફકસર અને માપસરના વરસાદનું કામ વાદળ જાણે ! જેમાં બીજ વેર્યાં – વાવ્યાં તેને કણસલાં સુધી પહોંચાડવાનું કામ વસુંધરા જાણે ! બી વેર્યાં પછી, તે ઊગ્યાં, ન ઊગ્યાં તો કેમ ન ઊગ્યાં એની મેં ખેવના રાખી નથી. એ માટે પણ કવિ મકરન્દની પંક્તિ ખપમાં લેવા મન થાય છે ઃ
ફૂલ તો એની ફોરમ ઢોળી રાજી,
નહીં કોઈનું ફરિયાદી, નહીં કોઈનું કાજી.
Bu
(મકરન્દ દવે)
અને સાચે જ, લખાણમાં એ નિરપેક્ષતા આવે છે, પણ વખાણ(વ્યાખ્યાન)માં તો અપેક્ષા રહે જ છે. લખાણમાં એ લાભ ખરો !
STREH ME
Jain Education International
For Private & Personal Use Only
નિવેદન : ઓગણીસ
www.jainelibrary.org