SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ધારિી તી, જે નવિ કીધ, મૂલા-દીઠે, કાજ મુજ સિદ્ધ તે વખતે ચંદનબાળા બોલે છે : મૂળા તો અમારી મા છે. ધારિણી(માતા)થી જે કામ ન થયું તે મૂળાના જોવાથી મારું કામ થઈ ગયું. અનાવલ, પહિલા ભવનું બાપ, જેહ-પસાયે, નાઠઉ મુજ પાપ; મૂલા-તક્કો રો ઉપકાર, ચંદન માગઇ, ‘સંયમ' ભાર બનાવહ તો મારા ગયા ભવના બાપા છે, જેમના પસાથે મારું પાપ ગયું. મૂળાનો પણ ઘણો ઉપકાર છે. ચંદના સંયમની માંગણી કરે છે. ચંદના ભણઇ, જો માંગ્યું હોય, તું ખૂલા-મન, દૂધાવજો સાસણદેવી, આપઇ આસિકા, મૂલા થઇ, પરમ-શ્રાવિકા. ચંદના કહે છે જો માંગ્યું – ઇચ્છવું થાય તેમ હોય તો, મૂળાને કોઈ દુભવશો નહીં. શાસનદેવી આશીર્વાદ આપે છે અને મૂળા શેઠાણી પરમ શ્રાવિકા બન્યા. વારિ બાઉ સવ્યો લોય કરેઈ અવગુક્ત કીષિ ગુજ કરઈ ‘વિરપુ’ જણાણી જોઈ. ઉપકારી ઉપર તો ઉપકાર બધા કરે પણ અવગુણ કરનાર ઉપર ઉપકાર કરનાર તો વિરલા જ હોય છે. એવા ઉત્તમ આત્માને તો વિરલ જનની જ જન્મ આપે છે. આમ મહાસતી, ગણ-શણગાર શ્રી ચંદનબાળાના આંસુની આગળ-પાછળની કથા આપણે જોઈ. જે આંસુ જોઈ, પ્રભુ પધારે તેવા આંસુ આપણને પણ મળે તો કેવું સારું એવી પ્રાર્થના ક૨વાનું મન થઈ આવે છે. આપત્તિની આગ વચ્ચે મનમાં અસમાધિ ન થાય એવો મૈત્રીભાવનો મલ્હાર રાગ ગાઈને આનંદની વર્ષા માણનાર ચંદના જુગ જુગ સુધી જયવંતા રહો. આધાર : ત્રિષષ્ટિ - દશમું પર્વ - ભરતેશ્વર બાહુબલિ વૃત્તિ 8 ૧૫૮ : પાઠશાળા Jain Education International અવિ (આજે પણ) વિ.સં.૧૩૬૮ થી ૧૩૯૨ સુધી આચાર્યશ્રી જિનપ્રભસૂરિ મહારાજે સમગ્ર ભારતમાં પાદ-પરિભ્રમણ કર્યું. અનેક ગ્રામનગર, તીર્થસ્થળો-કલ્યાણકભૂમિની સ્પર્શના કરી, એનું વર્ણન સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં વિવિધ તીર્થસ્ત્ય નામના ગ્રંથમાં કર્યું. એમાં તેઓશ્રી કૌશામ્બી નગરીમાં પધાર્યા ત્યારે ત્યાંની પ્રજા તથા રીતરીવાજોના વર્ણન નોંધ્યા છે એ બધુ જાણવાથી આપણા ચિત્તમાં હોભાવ જાગે છે. એમાંથી થોડી રસભર માહિતી : ૧. રાજા ચંડપ્રદ્યોતે બાંધેલો કોટ. પ્રભુ મહાવીરના સમયમાં આ ઘટના બની હતી. કૌશામ્બી નગરીના રાજા શતાનીકના મૃત્યુ પછી તેમની રાણી મૃગાવતીના હાથની માંગણી ઉજ્જૈનના રાજા ચંડપ્રદ્યોતે કરી. મૃગાવતીજીએ કુશળતાથી વાત ઠેલી અને કહેવરાવ્યું કે હાલ બાળરાજા છે અને નગરીનું રક્ષણ કરવા કોટ જરૂરી છે, તે થાય પછી વિચારી શકાય. ચંડપ્રદ્યોતે ઉજ્જૈનથી નિંભાડામાં તૈયાર થયેલી ઈટો મોકલી અને તે વડે કૌશામ્બી નગર ફરતો કોટ ચણાવ્યો. પછી મૃગાવતીજીએ કહેવરાવ્યું કે શ્રમણ ભગવાન મહાવીર કૌશામ્બીમાં પધારે છે, તે પછી વાત. આમ તેઓ ચંડરાજાની માંગણીને વિલંબમાં મૂકતા ગયા. પ્રભુ પધાર્યા એટલે સમવસરણમાં જ મૃગાવતીજીએ ‘દર્દીના જાપો' એમ કહી સંયમની માંગણી કરી અને ચંડપ્રદ્યોતની રજા માંગી. રાજાએ સંમતિ આપી, મુગાવતી સાધ્વી બન્યા. આશ્ચર્યકારી હકીકત એ છે કે ત્યારનો બનેલો કોટ ૧૮૦૦ વર્ષ સુધી હયાત રહ્યો હતો ! ૨. વસુહાર નામનું નાનું ગામ. જ્યારે ચંદનબાળાએ પ્રભુને દાન આપ્યું અને દેવોએ સાડાબાર કરોડ સોનૈયાની વૃષ્ટિ કરી તેને વસુધારા કહેવાય છે. સોનૈયાનો આવડો મોટો ઢગ જ્યાં થયો ત્યાં માનવ વસાહત થઈ. તે ગામનું નામ વસુહાર પડ્યું. વિ.સં.૧૩૬૮માં તે જગ્યા વસુહાર નામે પ્રચલિત હતી. ૩. જેઠ સુદિ દશમ એ ગામમાં તહેવાર તરીકે ઉજવાતો. જે દિવસે ચંદનાજીએ અડદના બાકુળાનું દાન આપ્યું તે આ દિવસ. દાનદક્ષિણા-સ્નાન-પૂજા માટે આ દિવસ નિશ્ચિત થયો હતો. વળી પદ્મપ્રભસ્વામી ભગવાનના દેરાસરમાં દાન આપતી હોય એ મુદ્રામાં ચંદનાજીની મૂર્તિ પણ હતી. એ જ દેરાસરમાં બાજુના ગાઢ જંગલમાંથી રોજ રાત્રે સિંહ આવતો અને પ્રભુ સમક્ષ સ્તવના કરી ચાલ્યો જતો. એને માટે પ્રશાંત મૂર્તિ એવું વિશેષણ આ ગ્રંથમાં આપ્યું છે. ગામ-નગરીનું નામ જે પરથી પડ્યું છે તે કૌશાંબના વૃક્ષો પણ તે સમયે ત્યાં ખૂબ હતા. વિ.સં.૧૮૦૦ સુધી આ બધું વિદ્યમાન હતું. શ્રી મહાવીર પ્રભુના સંઘમાં આપણે છીએ. આવા બહુમૂલ્ય પ્રસંગોની ઉજવણી અવશ્ય કરવી ઘટે. માગસર વદ એકમના દિવસે ઉપવાસ કરીને પ્રતીક તપ કરવું જોઈએ અને જેઠ સુદ દશમે, આપણને ઉલ્લાસ આવે તે રીતે પ્રભુ-પ્રતિમાની અંગરચના કરી આ બન્ને પ્રસંગોને આપણા ભાવવિશ્વમાં જડી દેવા જોઈએ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy