SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ કળીનું, કરવત જેવું દુઃખ ન જોવાત ! સારું જ થયું. ચંદનના હૈયામાં વૈશાખ હતો. આંખમાં શ્રાવણ હતો. હાથ-પગ સાવ ઠંડા એટલે ત્યાં પોષ હતો. વર્ષા-ગ્રીષ્મહેમંત આમ એક જ શરીરમાં વસ્યા, તો શરીર શરદના વાદળા જેવું – રૂની પૂણી જેવું સફેદ થઈ ગયું. માત્ર તેના ચિત્તના ઉપવનમાં મૈત્રીની વનશ્રી વસંતની જેમ લહેરાતી હતી. મૂળા પ્રત્યે સહેજ પણ અણગમો ન હતો. રુદન હતું. પણ તે તો પોતાનું બાળપણ યાદ આવ્યું, આજની સ્થિતિ જોડે તે દિવસોની સરખામણી થઈ તેથી રહી રહીને રોવું આવી જતું હતું એટલું જ. દોષ કોઈનો જોવાનો નહીં. ઉપાદાન એટલું ઊંચું છે કે નબળું નિમિત્ત પણ ઉત્તમ ઉપાદાન પામી ઉત્તમમાં નિમિત્ત બની રહે છે. એ સ્થિતિમાં ભૂખતરસ તો સમજ્યા – એ બધાંને તો સામે ચાલીને ‘સ્વાગતમ્’ કરી શકાયાં પણ આ રીતે કોઈએ તીવ્ર દ્વેષથી - દઝાડતાં દ્વેષથી તરછોડી તે કેમ જીરવાય ? હીબકાં અને ડૂસકાં પણ ધીરે ધીરે વિરમી ગયાં. વેદના જ્યારે ચરમ ભૂમિકાએ પહોંચે છે ત્યારે તે મૂંગી બની જાય છે. બસ, ત્યારે જ ધનાવહ શેઠ બહારગામથી આવ્યા. શેઠનો કાયમનો શિરસ્તો – વણલખ્યો નિયમ ઃ ઘરમાં પગ મૂકે ત્યાં પહેલી નજર ચંદનાને શોધે. નર્યું વાત્સલ્ય જ નીતરે. ચંદના નજરે ન ચડ્યાં એટલે દાસ-દાસીને પૂછ્યું. બધાંને મૂળા શેઠાણીની બીક બહુ. કોઈ ન બોલ્યું. છેવટે ચંદના પ્રત્યેના સહજ સદ્ભાવથી એક ઘરડી દાસીએ ધીમેથી કહ્યું કે ચંદના તો ભોંયરામાં છે. ધનાવહ શેઠ ઝડપથી ભોંયરામાં ગયા. જોઈને સૂનમૂન થઈ ગયા. વાળ વિનાનું માથું, સૂજીને લાલ લાલ થઈ ગયેલી આંખો. આંસુના ઓધરાળા ગાલ અને સાવ કરમાઈ ગયેલું મોં જોઈને દુ:ખી દુ:ખી થઈ ગયા. ચંદના પણ સ્વજનને જોઈ ઓર ઢીલી પડી ગઈ. સૌ પ્રથમ અંધારિયા ભંડકિયામાંથી તેને બહાર લાવ્યા. પગમાં તો સાંકળ બાંધેલી હતી તેમ છતાં જેમ તેમ, મહાપરાણે પગથિયા ચડીને બારણા પાસે, શેઠ લઈ આવ્યા. યાદ આવ્યું : લુહારને બોલાવી લાવું. ત્યાં સુધી કંઈક ખાવાનું આપું. ભૂખથી અને દુઃખથી આંખો કેવી ઊંડી ઊતરી ગઈ છે ! દીવાલની ખીંટીએ સૂપડું વળગેલું હતું. ઝટ દઈ હાથમાં લીધું. રસોડામાં તો કંઈ નજરે ન ચડ્યું. પણ ઢોર માટે બાફેલા અડદ ત્યાં પડ્યા હતા તે જોયા. અડદ સૂપડામાં મૂકી ચંદનાના હાથમાં આપી, પોતે પગરખાં પણ પહેર્યા વિના, હાથપગની બેડી તોડાવવા લુહારને બોલાવવા ગયા. ચંદના એકલી પડી. ધનાવહ શેઠનો વ્યગ્રતાથી ભરેલો Jain Education International સ્નેહ જોઈ વળી હૃદય ભરાઈ આવ્યું. આંખો ફરી ચૂવા માંડી. બસ, એ જ વેળાએ શ્રમણ ભગવાન મહાવીર, માગસર વિદ એકમથી શરુ કરીને પાંચ માસ અને પચીસ દિવસથી નિયમિત રીતે ઉચ્ચ-નીચ કુળમાં ગૌચરી માટે ફરતા હતા, તેઓ ત્યાં આવી પહોંચ્યા. શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ જોયું તો, અભિગ્રહ પૂર્ણ થયેલો જણાયો હતો. ચંદનાએ પણ આ મહાશ્રમણને જોયા ને દાન દેવા મનમાં ઉલ્લાસ આવ્યો. શ્રમણ ભગવંતે હાથ લંબાવ્યા. સૂપડા વડે અડદના બાકુળાનું દાન ચંદનાએ પ્રભુના હાથમાં આપ્યું. એ દિવસ જેઠ સુદિ દશમનો ધન્ય દિવસ હતો. એ જ ક્ષણે, આકાશમાંથી દેવોએ જય જયાવ કર્યો. પંચ દિવ્ય - દેવદુંદુભિ, વસુધા૨ાસોનૈયાની વૃષ્ટિ, વસ્ત્ર-વૃષ્ટિ, ગંધોદક પુષ્પવૃષ્ટિ, અહોદાનની ઘોષણા પ્રગટ્યાં. સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ. ચંદનાને શિરે કાળા, લાંબા, સુંવાળા વાળ આવી ગયા. ધનાવહ શેઠ લુહારને ત્યાં હતા ને જ આ સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ. સ્વરૂપ જ બદલાઈ ગયું. નગરજનોના મન ઉપર આ ઘટનાની એવી તો ગાઢ અસ૨ થઈ કે જ્યાં આ વસુધારા થઈ હતી તે રહેઠાણ બન્યા, વસાહત ઉભી થઈ તેનું નામ વસુહાર પડ્યું અને ત્યાં ચંદનાની બાકુળા વહોરાવતી હોય તેવી પ્રતિમાનું નિર્માણ કરાવ્યું અને ત્યાંના ચૈત્યમાં પધરાવી. પારણાનો આ દિવસ તો ત્યાં નગરમાં પર્વ તરીકે સૈકાઓ સુધી ઉજવાયો ! પછી તો ચંદનાજી પ્રભુના તીર્થમાં પ્રથમ સાધ્વી થયાં. આ કથામાં છેલ્લે જ્યારે સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ ત્યારે તે લેવા, બીજા-ત્રીજા અસંખ્ય લોકો ટોળે વળ્યા ત્યારે ચંદના જે સુંદર શબ્દો બોલ્યા છે તે શ્રી શુભશીલ ગણીએ ભરતેશ્વર બાહુબલી વૃત્તિમાં સરસ રીતે નોંધ્યા છે. તે શબ્દો આપણે જોઈએ. જ્યારે, એ સોનૈયા બીજા બધા લેવા લાગ્યા ત્યારે ચંદના એ કહ્યું કે આ બધા સોનૈયા પર તો મૂળા શેઠાણીનો અધિકાર છે. બીજા કોઈ હાથ અડાડશો નહીં. માર્ગમાં અવરોધરૂપ પથ્થરને પણ પગથિયા બનાવવાની ચંદનાની આ દૃષ્ટિને શ્રી શુભશીલ મહારાજે, જૂની ગુજરાતીમાં રચેલા આ પદોમાં ભાવપૂર્વક ઉતારી છે ઃ ચંદનબાલા બોલે તિણે ઠાય, ‘મૂલા’ અમારી માય; For Private & Personal Use Only અશ્રુમાલા : ૧૫૭ www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy