SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ શિષ્યવંદમાં હતો વિરાજિત, કુમાર કામણગારો, થયો કંઈક અંતરમાં એના અજબગજબનો ઝબકારો: થાય જો આ તાંડવથી, ભોળા જીવનો છુટકારો, ટેક વણું હું બ્રહ્મચર્યની, મુનિવર ! લ્યો સ્વીકારો’ અને પલકમાં શાંત થયું, તોફાન ખરેખર ત્યારે, સોળ વરસની તરુણાઈમાં, જોયું અચરજ ભારે ! -ઘ કુમારપાળભાઈના જીવનની આ અણમોલ પળ હતી. વિ.સ. ૨૦૧૭ની વાત છે. ઉનાળાનો ધોમધખતો તાપ. આબુ-અચળગઢનો ડુંગરાળ પ્રદેશ. સમી સાંજનો સમય. શિબિરમાં જીવન-ઘડતરના પાઠ ભણાવાય છે. આ અઘરો વિષય, વિદ્યાર્થીઓ ખંતથી શીખી રહ્યા છે... ...અચાનક ત્યાં જોરદાર આંધી ચડી આવે છે. સાંજનો ઉનાળુ પવન તોફાને ચડ્યો છે. મંડપ પરનાં લોખંડનાં પતરાં વંટોળની સ્પીડ સાથે ઊડ્યાં. પાણી ઠારવાની પરાંત પણ દૂરદૂર જઈને પડી. પવનના ઝપાટા અને સુસવાટા ભયાનક હતા. જન્મ થયોગુર્જર મૈયાની, ગોદ વિજાપુર ગામે, પ્રબળ-નિયતિ, અંગુલી ઝાલી,લઈ ગઈ મુંબઈ ધામે; ધર્મલાભનું ભાથું, આબુ-અચળગઢ જઈ પાસે, વાટ નીરખતી ઊભી હતી, ત્યાં, કૈક સિદ્ધિઓ સામે. વિરલ પ્રતિભા, વિરલ વિચારો, વિરલ હૃદયના ભાવો, ફરી-ફરી આ માતગુર્જરી, કુમારપાળ જન્માવો” ૨ કવિ મુસાફિરે, કુમારપાળભાઈને જોઈને પ્રેમનો મનોહર પાવો હૈયામાં ગુંજતો સાંભળ્યો અને એમાંથી નાદ પ્રગટ્યો કે, હે ગુર્જરમાતા ! આવા કુમારપાળને આ પૃથ્વીના પટ પર ફરી ફરી અવતારો. અમે બધા પ્યારા મિત્રો, તેને આવો આવો” ના આવકાર વચનથી આવકારવા થનગની રહ્યા છીએ! કુમારપાળભાઈનો જન્મ, ઉત્તર ગુજરાતના પ્રાચીન ગામ વિજાપુરમાં થયેલો છે. ત્યાંથી, કાળક્રમે તેઓ, ભાઈઓ અને કુટુંબની સાથે મુંબઈ જઈને વસ્યા. માતા-પિતાના સ્નેહ સિંચનથી ધર્મના સંસ્કાર પામ્યા. સાધુ મહારાજોનો સંપર્ક અને ગાઢ-પરિચય પણ થતો રહ્યો. એ અરસામાં આચાર્ય મહારાજ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજના હૈયામાં જૈન બાળકો અને યુવાનોને ધર્મ સન્મુખ કરવાના પ્રબળ સંકલ્પના પ્રભાવે, એક ઉનાળાના વેકેશનમાં, આબુ-અચળગઢ ઉપર શિક્ષણશિબિર રાખવામાં આવી. પંન્યાસ શ્રી ભાનુવિજયજી મહારાજ આ શિબિરમાં જૈન ધર્મના હાર્દ અને મર્મ કુશળતાથી શિખવાડતા. સંવત બે હજાર સત્તરે, ધોમ ધખંત ઉનાળે, કાળ, મહા-વિકરાળ બન્યો ત્યાં, અચળગઢ એ કાળે; આંધી કેરો દેત્ય ભયંકર, ઢીમ અડીખમ ઢાળે, થરથર થરથર કંપે જીવો, કોઈ કશું નવ ભાળે. પ્રાણ હણે યમરાજ બનીને, વાયુનાં તોફાનો, છત ઊડી, ઘર-છપ્પર ઊડ્યાં ઊડ્યાં ભવ્ય મકાનો. -૩ ગભરુ-શિષ્યોએ જઈ લીધું ગુરુવાત્સલ્યનું શરણું, જેમ શિકારીથી બચવાને, આશ્રય શોધે હરણું કહે ગુરુવર : એક જ છે, બસ ! આજે પાર ઊતરવું શ્રેષ્ઠ કોઈ સંકલ્પ થકી, આ તાંડવ થાશે તરણું. કોણ છે એવો ઝીલે જે મુજ બોલ સમયના કોપે, કોઈ પુનિત સંકલ્ય તણું, જે બીજ હૃદયમાં શોધે. - ૪ કુમળા કિશોરો અને સાધુઓ પણ, દાદા શ્રી પ્રેમસૂરિ મહારાજના ફરતા વીંટળાઈ વળ્યા. બધા થરથર ધ્રુજતા હતા. આ વિકટ પળને કવિએ સુંદર ઉપમાથી વિભૂષિત કરી છે. શિકારીથી બચવા જેમ હરણાં સલામત આશ્રય શોધે તેમ બધા પૂજ્ય પ્રેમસૂરિ મહારાજના ચરણોમાં લપાઈ ગયા છે. દાદા-મહારાજને મોટી ચિંતા છે. આટલા બધા વિદ્યાર્થીઓ પહેલી જ વાર માતા-પિતા-ઘર છોડીને અહીં આવ્યા છે. કાંઈ પણ અણઘટતું બને તો પછી બીજી વાર કોણ પોતાના વહાલસોયા બાળકને અહીં ભણવા મોકલશે? આ તોફાન તો શમાવવું જ જોઈએ. પૂજ્ય પ્રેમસૂરિ મહારાજે શાંત-ચિત્તે બધાને ઉદ્દેશીને કહ્યું : આનો એક જ ઉપાય છે. કોઈ વિદ્યાર્થી કે સાધુ, આ ક્ષણે કોઈ શ્રેષ્ઠ-સંકલ્પ કરે, તો જ આ ભયાનક તોફાન શમે ! કોણ આ પડકાર ઝીલશે ! પવિત્ર અને મહાન સંકલ્પ કોણ કરશે ? કટોકટીની આ ક્ષણે, વિદ્યાર્થીઓના વૃન્દમાં એક હતા કુમારપાળ વિ. શાહ, હૃદયમાં ગજબનો ઝબકારો થયો. પરમ સંયમધર પૂજ્ય પ્રેમસૂરિ મહારાજના ચરણ-સ્પર્શ કરી વિનિત સ્વરે કહ્યું: આ આવેલી કુદરતની મહાન આપત્તિને શમાવવા આ ક્ષણે, હું આજીવન બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા કરું છું. હૃદયના ઊંડાણમાંથી પ્રગટેલી આ ભાવનાનો પ્રકૃતિએ પળવારમાં પુરસ્કાર આપ્યો. જાણે, કશું બન્યું જ ન હતું ! શ્રાવક-શ્રાવિકાનાં ઉત્તમ પ્રસંગો : ૧૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy