SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ વીસનગર પાસે, કડા નામનું ગામ. થોડા-ઘણા જૈન પરિવાર રહે; તેમાં એક વીસા ઓસવાળ, જેચંદ ગુમાન રહે. જેમના ધર્મપત્ની જીવીબાઈ. તેમને બે દીકરા. મોટાનું નામ અનોપચંદ અને નાનાનું નામ રવચંદ. રવચંદનો જન્મ દિવસ : સુબાજી ૨વચંદના જીવનને, સાચી દિશા ચીંધનાર નવલબાઈ સંબંધથી ધર્મપત્ની હોય તો, આવાં હોય વિ.સં. ૧૮૮૧ આસો સુદિ બીજ. આપણે થોડી વાત, આ રવચંદની કરવી છે. ૨વચંદ નાની વયથી જ ખૂબ તોફાની. જુદી જાતના છોકરાઓ સાથે હ૨વા-ફરવાના કારણે તોફાનમાં, ઉમેરો થતો ગયો. શુભ-સંસ્કારો લેનારા હોય, પણ, દેનારાનો ભેટો થાય તો કામ થાય. અધૂરામાં પૂરું, વિ.સં. ૧૮૯૫ માં પિતા જેચંદ સ્વર્ગવાસી થયા. રવચંદ માત્ર ચૌદ વર્ષની વયે છત્ર વિનાના બન્યા. આખું ગામ તેને, રખડું છોકરા તરીકે જ ઓળખે. જુગારની લત, બહુ બૂરી લત છે. છોકરો જુગારની લતે, ચડી ગયો. રમતો જાય, તેમ હારતો જાય. હારતો જાય તેમ, વધુ રમતો જાય ! નદીકાંઠાના ચીકણાં કાદવની જેમ, બહાર નીકળવા મથો તેમ, ઊંડા કળણમાં વધુ ખૂંપતા જાવ. રખડેલ છોકરાને ખૂંટે બાંધીએ તો, એને જવાબદારીનું ભાન થાય અને તો એ કંઈક સુધરે એવા ભાવથી એટલી નાની વયમાં એનાં લગ્ન લીધાં. પત્ની નવલબાઈ પણ નાની વયનાં, પણ શાણાં, સમજુ, ઠરેલ અને ગુણિયલ. વય નાની પણ ચંચળતા નહીં. ઘર પારકું, પણ પરાયાપણું નહીં. ઘડીમાં, પારકું-પોતાનું કરી જાણ્યું. ૧૩૦ : પાઠશાળા Jain Education International પણ, ભાઈમાં કોઈ ફેરફાર નહીં. નાની વયમાં જુગારની લત, ગાઢ બનતી ગઈ. રાતે-અધરાતે-મધરાતે ઘેર આવે. પત્ની, પથારીમાં બેઠી-બેઠી ઝોકાં ખાતી જાય, જાગે ત્યારે પ્રભુને વિનવતી જાય. મા પણ જાગતાં હોય. કંટાળે, થાકે, ઠપકો આપે. ટૂંકી આવકમાં ઘર ચલાવવાનું. એ બે છેડા, કેમે ય ભેગા ન થાય. હારી, થાકીને માએ, એ બન્નેને જુદા રહેવા અમદાવાદ મોકલી આપ્યા. ફતાસાની પોળમાં એક મકાનનાં દાદરની નીચે કાતરિયામાં જગ્યા મળી. પત્ની પ્રેમાળ, પણ, તેનાં વચનો તો, બહે૨ા કાને અફળાઈને, પાછાં વળે. રામ એના એ ! ભાઈ જુગારખાને પહોંચે. બાઈ મોટા મહાવીરસ્વામીને ઓટલે પહોંચે. ખોળો પાથરીને, ભીની આંખે પ્રભુને વીનવે; કાલાવાલા કરે : એમનું હિત થાય, એવું સુઝાડો. હૈયું વલોવીને, પ્રાર્થના કરે. તેમને કશું ન કહે. શબ્દથી ન સરે, ત્યારે ભાવ કામ કરે. દિવસો વીતે છે. ફતાસાની પોળમાં રહે તેથી, પાસે જ ભઠ્ઠીની બારીએ પંડિત વીર વિજયજી મહારાજ બિરાજતા હતા. ત્યાં પણ ક્યારેક જવાનું થાય. પૂજાની ઢાળોની રમઝટ બોલાતી હોય, સાંભળે. ગમે. પણ વ્યસન તો, હાડમાં ભળી ગયેલું. કેમે જાય નહીં. ત્યાં, નવલબાઈની પ્રાર્થનાની વેલડીને કૂંપળ ફૂટી. એક વાર, જુગારમાં હારીને આવેલા; ઢીલા પડ્યા હતા. ઘાટ ઘડવા માટે, માટી ઢીલી જોઈએ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy