________________
‘પાઠશાળા'ના અંકોમાં વિસ્તરતી-પથરાતી રહેલી લેખનસામગ્રી વાંચવામાં આનંદ આવે છે, એવો આનંદ એ સામગ્રીને નિહાળવામાં પણ આવે છે. મારા આ વિધાન સાથે, “પાઠશાળા'ના વાચકો સહર્ષ સંમત થશે એવી મને ખાત્રી છે.
| ‘પાઠશાળા’નું કલેવર, સાદું છતાં સુંદર; આજની જૈન પત્ર-પત્રિકાઓથી સાવ જુદી તરાહનું વિકસી આવ્યું છે. ભભકદાર રંગોની બિછાત વગર પણ, આંખને ગમે એવું કશુંક છાપી શકાય છે, એ વાતની પ્રતીતિ, જૈન વાચકોને તો ભલે, પણ, ઘણા બધા જૈન લેખકોને ‘પાઠશાળા' એ કરાવી હશે. એમાં પ્રકાશિત વાચન-સામગ્રીએ પુરવાર કરી આપ્યું કે, ધર્મોપદેશ, જીવન-દર્શન, હિત-શિખામણ કે આચાર-સંહિતા જેવા વિષયોની માવજત, “સાહિત્ય'ની કક્ષાએ એ રીતે એ હદે કરી શકાય છે. બબ્બે-ત્રણ ત્રણ પ્રશ્ન-ચિહ્નો/આશ્ચર્ય-ચિહ્નો ઠઠાડીને કે એકની એક વાત શબ્દફેરે ત્રણ વાર ચીતરી વાચકને માથે (કે આંખે?)મારીને સાહિત્ય રચ્યાનો આનંદ લેવો લેખક માટે કદાચ શક્ય હશે, પણ વાચક માટે તો એ ત્રાસ જ બની રહે છે. પાને પાને શણગાર કે શબ્દોની ભરમાર કરવાથી પુસ્તક વાંચવા લાયક નથી બનતું. લેખ/પુસ્તક પઠનીય શેના આધારે બને એ જાણવા ઈચ્છતા હોય તેમણે પ્રદ્યુમ્નસૂરિના લખાણોથી પસાર થવું જોઈએ. એમની કલમે, “જૈન” ગણાતા વિચારો અને વિભાવનાઓને આધુનિક સાહિત્યની મુદ્રા આપી છે. જૈન ધર્માવલંબી ન હોય તેવો કોઈ પણ ભાવક-વાચક, જૈન વિષય વસ્તુનો રસ માણી શકે એવું તેનું આંતરિક પોત છતું કર્યું છે. “પાઠશાળા’નો આ એક આડ-ફાયદો જ થયો. " પ્રદ્યુમ્નસૂરિનું લક્ષ્ય સાહિત્ય નથી; એ તો ધર્મની વાતોનો રસ, વાચકને ચખાડવા માટે લખે છે. ધરમ-કરમની વાતોને જડ નિયમોની બંધિયાર હવામાંથી બહાર કાઢીને, તરોતાજા જીવનરસ રૂપે, વાચકને ખોબે-ખોબે પાવી છે. લેખક, જૂના-નવા સંસ્કૃત-ગુજરાતી સાહિત્યના રસે રસાયેલાપોષાયેલા છે, તેથી અનાયાસે જ, ધરમની વાતોને સાહિત્યનો પુટ મળી જાય છે. આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિજીના રૂપમાં, જૈન જગતને એક સમર્થ ગદ્યકાર મળ્યા છે.સાહિત્યના કોઈ અધિકારી જન, ગદ્યકાર લેખે તેમના સાહિત્યનું મૂલ્યાંકન કરે તેની રાહ જોઈએ, અહી તો, ‘પાઠશાળા’ના પાઠોને વાંચતાં જે રસ છૂટે છે તેનો મહિમા કરવો છે.
પાઠશાળા'માં છપાયેલા લેખો, હવે પુસ્તકરૂપે આપણી સામે આવ્યા છે. રસળતી કલમમાંથી રસાળ રસગુલ્લાં જેવો, લેખોનો ઘાણ પ્રદ્યુમ્નસૂરિજીની ‘પાઠશાળામાંથી જે રીતે ઊતર્યો છે તે જોતાં પાકશાળા યાદ આવે ! પણ, મને તો, આ લખાણોમાંથી પસાર થતાં, આંબાવાડિયું યાદ આવ્યું. શહેરી માણસને આંબાવાડિયાનો અનુભવ નસીબ થતો નથી; તેથી આ ઉપમાને તે
આવકાર: તેર
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only