SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલી હદે સમજી શકશે એ એક પ્રશ્ન છે. શહેરની વચાળે ઊભા કરાયેલા “ગાર્ડન’ અને સીમ વચાળે ઝૂમતા આંબાવાડિયા વચ્ચે ઘણો ફરક છે. ગાર્ડનમાં આંબાવાડિયાની સુગંઘ ન મળે. ગંધ જ શું કામ, રૂપ-રસ-ગંધ-સ્પર્શ બધાંય નોખાં ! આંબાવાડિયાનાં પાનની લીલાશ આંખને ઠારે, કાચી-પાકી કેરીની સુગંધ મગજને તર કરે; કેરીનો મીઠો રસ, જીભને તૃપ્તિ આપે; એમાં થઈને વહેતો શીળો પવન, રૂંવે-રૂંવે આરામ આપે ને આંબાડાળે મદભર ટહૂકતી કોયલના કુ-કઠું નાદ, કાન સાથે મનને પણ ભરી દે. આ લેખ-સંપુટમાં પાંચેય ઇન્દ્રિયોને કૉળે એવી હવા શબ્દને માધ્યમે, લેખક સર્જી શક્યા છે. માધ્યમ શબ્દનું અને અનુભૂતિ પાંચ ઇન્દ્રિયોની. આ લખાણોમાં શબ્દચિત્ર એવા રચાયા છે કે, ચંદનબાળા, ઝાંઝણશા કે રજની દેવડી જેવાં પાત્રો, આપણે હાથ પસારીને અડી લઈએ, એવા જીવંત લાગે છે ! અભિષેક વર્ણનો, વિહાર વર્ણનો એવાં ચિત્રાત્મક લખાયાં છે કે એ કલ્પનામાં પાંચેય ઇન્દ્રિયો સામેલ થઈ જાય. પ્રદ્યુમ્નસૂરિજીની લેખણ રસઝરતી છે. ભાવની ભીનાશ તો એક-એક લખાણમાંથી નીતર્યા કરે છે. મહારાજશ્રી પોતાની કલમને શાહીના ખડિયામાં નહિ, હૈયાની રસધારમાં ઝબોળીને લખતા લાગે છે. સાહિત્યના પ્રસાદનો નમૂનો કોઈ પાઠ્ય-પુસ્તકમાં મૂકવો હોય તો, આ ગ્રંથમાંથી કોઈ પણ લેખ ઉપાડીને મૂકી શકાય. લેખક રસસિદ્ધ ગદ્યકાર છે. તેમના લેખનને સાત્ત્વિક કે તાત્ત્વિક કહેવા કરતાં, હાર્દિક કહીએ તે વધારે બંધ બેસતું થાય. ‘હાર્દિક અર્થ પાછો બે રીતે લેવાનો : હૃદયથી લખાયેલું અને હૃદય સુધી પહોંચતું. ‘હૃદયંગમ' શબ્દનો સાચો અર્થ આ લેખો વાંચનાર સહેજે પામી જાય. પ્રદ્યુમ્નસૂરિજીની કલમે કલમ કરીને ઉછેરેલા આ આંબાવાડિયાની પાકી-મીઠી કેરીઓ એટલે કેટલાંક જીવતાં-જાગતાં વ્યક્તિઓના પાત્રાલેખન. આપણી નજીક, આપણી અડખે-પડખે જ ઘણી વાર અદૂભુત વ્યક્તિત્ત્વો આકાર લઈ રહ્યાં હોય છે. આપણે તેના સાક્ષી બનવાનું ચૂકી જતાં હોઈએ છીએ. કોઈ સામાન્ય સ્થિતિના માણસને ગામનો વેપારી સો રૂપિયા આપવાની ના પાડી દે; ને વરસો પછી એ ગરીબ, શેઠિયો બનીને પાછો આવે ત્યારે પેલા વેપારીને ભોંઠામણ જેવું થાય. લેખક એવી અભિજાત શૈલીથી, અચૂક, પાત્રોની ઊંચાઈને અનાવૃત કરે છે કે એ જાણીતા પાત્રોને આ ગ્રંથના પાનાં પર ફરી મળવાનું થતાં, આપણે ભોંઠા પડવા જેવી લાગણી અનુભવીએ છીએ. આચાર્યશ્રી અરિહંતસિદ્ધસૂરિજી, મુનિશ્રી યશોહીરવિજયજી જેવા સાધુજનો, મનસુખભાઈ ભગુભાઈ, ચંદુલાલ શકરચંદ શાહ જેવા ગૃહસ્થો આવાં પાત્રો છે. | જાણીતી ચરિત્ર-કથાઓને તેઓશ્રીની કલમ, કોઈ જુદા જ પરિવેશમાં મૂકીને જાણે માંજી ' આપે છે, જેને વાંચતાં વાચક, હઠાત્ દ્રવીભૂત થાય છે, હસે છે, રડે છે અને ક્યારેક ઊકળે પણ ચૌદઃ પાઠશાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy