SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ બાર : પાઠશાળા Jain Education International ગામડામાં વિહાર કરતાં કોઈ એવા માણસો મળી જાય તો એમને જાણે ગોળનો ગાડવો મળી ગયો હોય એવું થાય ! એમની આ સ્વાભાવિક શૈલી ‘પાઠશાળા’ના અંક-અંકે ઝિલાઈ છે. ૦ શ્રી શત્રુંજય ગિરિરાજ પર દાદાની છડી પોકારતા કરસન ચોપદારે પાલિતાણા ઠાકોર સામે બતાવેલી ખુમારીને વાંચી કોણ એવો હશે કે જેનામાં ખુમારી ન પ્રગટે ? ૦ સાધ્વીશ્રી લક્ષ્મણાશ્રીજી અને મુનિરાજશ્રી યશોહીરવિજયજીની વાતો વાંચતાં એમની ઉદાર મનોવૃત્તિના દર્શન થાય છે. ૦ વામજથી શેરીસા સુધીના વિહારનું વર્ણન એવું તો રસાળ શૈલીથી લખાયું છે કે એ વાંચતાં આપણે જ એ રસ્તે થઈને પસાર થતા હોઈએ એવો પ્રત્યક્ષ અનુભવ થાય. O દાદાના અભિષેકનું વર્ણન તો આખાયે પુસ્તકમાં શિરમોર સમું જ છે. એ વાંચનાર ગમે તેવો નાસ્તિક હોય તે આસ્તિક થયા વિના ન જ રહે. કેટકેટલી અવનવી,અગાઉ ક્યારેય ન જાણેલી કે વાંચેલી કે ન સાંભળેલી વાતો અહીં વાંચવા મળે છે. આ પુસ્તકને સાદ્યાન્ત વાંચનારનું જીવન પરિવર્તન થયા વિના રહેશે જ નહિ. વાંચનારને વાંચ્યા પછી પોતાના જીવનમાં ચમત્કાર થયા જેવું લાગશે. આ સાહિત્યયાત્રા વણથંભી સદાય વિકસતી રહે એવા અમારા અન્તરના આશીર્વાદ. આચાર્યશ્રી વિજય હેમચન્દ્રસૂરિ શંખેશ્વર તીર્થ પોષી દશમી : વિ. સં. ૨૦૬૧ અહો આ પાઠશાળામાં ! સરલ શબ્દો સરે કેવું અહો આ પાઠશાળામાં ! અમી સરીખું ઝર કેવું અહો આ પાઠશાળામાં ! પાઠશાળામાં ! રેશમી સૂત્ર પાઠશાળામાં ! હતું જે સ્થૂલ ને ગાઢું' ક્ષણોમાં સૂક્ષ્મ થઇ જઇને - હળુ અચરજ ધર કેવું અહીં આ પાઠશાળામાં ! વિનતભાવે અહીં આવી ઝૂકેલાં મસ્તકો ઉપર વરદ કર જો ફરે કેવું અહીં આ ચમકતું ને ચળકતું મન અદીઠાં પરોવાતું અને કેવું અહીં આ બધાં બંધન ઉખેળીને, સરળ ગૂંચો ઉકેલીને હયાતી વિસ્તરે કેવું અહો આ પાઠશાળામાં ! થઈને સાવ ખાલીખમ પલાંઠી વાળી જે બેઠાં, અખેપાતર ભરે કેવું અહીં આ ત્રિવિધ તાપે બળેલી ને ઝળેલી કૃપાળુ ઝરમર કેવું અહો આ પાઠશાળામાં ! ચિત્તભૂમિ પર, પાઠશાળામાં ! રાજેન્દ્ર શુકલ For Private & Personal Use Only www.ainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy