________________
બાપજી ! મેં પેટીને કદી અમસ્તો પણ હાથ અડાડ્યો નથી. સારેગમના સૂરની કશી ગતાગમ નથી.' મહારાજ કહે: ‘બેસ. તને આવડશે. તું ગાઈશકીશ, વગાડી શકીશ. ”સાકરચંદે ગુરુને પ્રણામ કર્યા. મહારાજે, એને માથે હાથ મૂક્યો. આશીર્વાદ આપ્યા. ગુરુનો ચરણસ્પર્શ કરી, પેટીનું અભિવાદન કરી સાકરચંદે સંગાથ આપ્યો! પેટીએ સૂર પુરાવ્યો. આંગળીઓ ફરવા લાગી. દેશીઓ ગવાતી ગઈ તેમ-તેમ સૂર નીકળવા લાગ્યા!પૂજા ભણાઈ. ગામ આખામાં વાત ફેલાઈ. પછી તો સાકરચંદે વર્ષો સુધી પૂજાઓ ભણાવી. અમે પણ વિક્રમ સંવત ૨૦૧૮/૧૯માં એમને સાંભળ્યા છે. બરાબર ઢબથી રાગ-રાગિણીથી પૂજાઓ ભણાવતા! આ તે વચન સિદ્ધિ જ ને?
વીરવિજયજી મહારાજે એની સામે જોઈ, એને બોલાવવા બૂમ પાડી – “પોપટ ! ' જવાબ ન મળ્યો. બીજી બૂમ, ત્રીજી બૂમ: “પોપટ ! પોપટ! 'જવાબ ક્યાંથી મળે? એક ભાઈ ત્યાં હાજર હતા. તે કહેઃ “મહારાજજી આ પોપટ સાંભળતો નથી. બોલતો ય નથી. 'એ એને મહારાજ સમક્ષ લઈ આવ્યા.
વીરવિજયજી કહે: “બોલ ! પોપટ બોલ !'
મહારાજશ્રીના આ વચનો જાણે એના અંતરપટને ભેદી અંદર ઊતરી રહ્યાં હતાં ! જ્ઞાનતંતુઓ ઝણઝણી ઊઠ્યા ! એને વાચા ફૂટી. જનમનો મૂંગો પોપટ પંચાવન વર્ષે બોલતો થયો !
મુનિશ્રી વીરવિજયજી, આવા વચનસિદ્ધ અને સંકલ્પસિદ્ધ હતા ! વૈરાગ્ય, વિરતિ અને વચનશુદ્ધિનો આ. ચમત્કાર હતો. આવું મસ્ત અને વૈરાગ્યમય જીવન જીવી, તેઓ ૬૭ વર્ષની વયે, વિ.સં. ૧૯૭૫ની સાલમાં ખંભાત મુકામે કાળધર્મ પામ્યા. ઝળહળતા વૈરાગ્યની મૂર્તિ સમા આ મહાપુરુષને શતશઃ પ્રણામ.
હવે, સિહોર ગામમાં બનેલો પ્રસંગ જોઈએ. વરતેજ પાસેનું ગામ. ત્યાં, વિહાર કરીને મુનિશ્રી પધાર્યા હતા. ઉપાશ્રયમાં બિરાજમાન હતા. ઉપાશ્રયમાં, પોપટનામનો એક માણસ કામ કરે; સાધુ ભગવંતોની સેવા કરે. કાજો પણ કાઢે.
: કાશીવાળા જૈનાચાર્ય ધર્મસૂરીશ્વરજી મહારાજ :
ગુરુ-કૃપાથી સઘળું બને છે
પૂજ્યપાદ વૃદ્ધિચન્દ્રજી મહારાજને, સંગ્રહણીનો વ્યાધિ ઘર કરી ગયો હતો તેથી તેઓ ભાવનગરમાં સ્થિરવાસ હતા. મુનિશ્રી ચારિત્રવિજયજી તથા અન્ય શિષ્યો, રાત-દિવસ જોયા વિના, ખડે પગે, સેવામાં રત હતાં. શિષ્ય-સમુદાયમાંના એક, નવદીક્ષિત મુનિ ધર્મવિજયજી તો, પોતાના ભૂખ-તરસ-ઊંઘ બધું બાજુએ મૂકી, ગુરુના પડછાયાની જેમ રહી, સેવાકાર્યમાં મગ્ન રહેતા.
આ મુનિ ધર્મવિજયજીની દીક્ષા વિ. સં. ૧૯૪૩માં થઈ. તેમનો ક્ષયોપશમ ઘણો મંદ.
પુષ્કળ મહેનત પછી પણ, કશું યાદ ન રહે. દીક્ષાવખતે તો, માત્ર નવકાર મંત્રની મૂડી હતી! અભ્યાસમાં ખૂબ મહેનત કરે છતાં, લોગસ્સસૂત્ર દોઢ મહિના પછી પણ યાદ ન રહે ! “એવું મએ અભિથુઆ' - આટલું ગોખે, તો ‘વિહયરયમલા’ ભુલાઈ જાય ! એક વાર પાઠ આપતી વખતે ગુરુ મહારાજ વૃદ્ધિચન્દ્રજી મહારાજે, આ બે લીટી પચાસ વાર ગોખાવી; તો પણ યાદ ન રહી. ગુરુ મહારાજ કંટાળ્યા. કહે : જા, યોથી ખીંટીએ મૂકીને સૂઈ જા. તું ભણી રહ્યો !
ધર્મવિજયજી ઊભા થઈ, પોતાના આસને આવી, પોથી સાપડા સાથે કપડામાં વીંટી, ખીંટીએ મૂકીને આસન ઉપર લંબાવીને સૂઈ ગયા.
થોડી વારે ગુરુ મહારાજ સ્પંડિલભૂમિએ પધાર્યા ત્યારે રસ્તામાં આ શિષ્યને સૂતેલા જોયા. કંઈ બોલ્યા નહીં. જ્યારે પાછા ફર્યા ત્યારે પણ તેમજ સૂતેલા જોયા. ગુરુમહારાજે તેમને પાસે બોલાવ્યા. પૂછ્યું: ‘કેમ સૂતો છે?” ધર્મવિજયજી બોલ્યા: ‘આપે કહ્યું એટલે પોથી ખીંટીએ મૂકીને સૂઈ ગયો!'શિષ્યની સરળતા ગુરુ મહારાજને સ્પર્શી ગઈ. સરળતા અને વિનય એ પાત્રતાનાં લક્ષણ છે. ગુરુ મહારાજે, માથે હાથ મૂકી કહ્યું: ‘એમ ન કરાય; લાવ પોથી. જો હું બોલાવું તેમ બોલ, આવડી જશે.'
ગુરુ મહારાજનાં હૃદયનાં કમાડ ખૂલી ગયાં. કરુણાનો ધોધ, શિષ્ય ધર્મવિજયજીને ભીંજવી રહ્યો. ગુરુ મહારાજ બોલતા રહ્યા અને શિષ્યને આવડતું ગયું.
વિનય તો હતો જ. હવે, વિદ્યા પણ આવવા માંડી.
વિ.સં. ૧૯૪૯ના વૈશાખ સુદ સાતમે ગુરુ મહારાજ તો કાળધર્મ પામ્યા. એના ત્રણેક દિવસ પહેલાં એમણે સંઘના મુખ્ય શ્રાવક, વોરા જસરાજ સુરચંદનો હાથ હાથમાં લઈને કહ્યું કે ધર્મવિજયજીને પંન્યાસ બનાવજો.
પછી, ખૂબ અભ્યાસ કરી તેઓશ્રી, કાશીવાળા જૈનાચાર્ય ધર્મસૂરીશ્વરજી મહારાજ તરીકે મશહૂર બન્યા, અનેક પારંગત વિદ્વાનોના ગુરુ તરીકે, જાણીતા બન્યા.
– ધન્ય છે ગુરુ આશાના ઝીલનારને!
૧૦૮ : પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org