SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ : વચનસિદ્ધ અને સંકલ્પસિદ્ધ મુનિશ્રી વીરવિજયજી : ઝળહળતા વૈરાગ્યની મૂર્તિ સમા એ મહાપુરુષને શતશઃ પ્રણામ વીરજી ભાવસાર. પૂર્વભવથી, સાથે ખાસ્સું જમા પાસું લાવેલા. આવ્યા અહીં, પણ આંખ તો અગમ-લોકમાં મંડાયેલી. મુનિ મહારાજ થોભણવિજયજી મહારાજ નામના ભેરુ, મળી ગયા અને સરનામું મેળવી લીધું. માએ લગ્નની બેડી પગમાં નાખી હતી; પણ, એને ગણકારે એ બીજા ! એ તો ઊપડ્યા નાતમાં ભળવા માટે. ઠેઠ, પંજાબના ક્ષેત્ર જોડે એ લેણું નીકળ્યું. ચોપડે લખેલા લેખ મિથ્યા ન થાય. પણ, થોડો ખાંચો પડ્યો. એ કાળમાં પણ, માડી પગેરું શોધતાં પંજાબ જઈ ચડ્યાં. બે-ચાર સગાંને પણ સાથે લઈ ગયાં હતાં. વીરજી ભાવસારને માંડ-માંડ સમજાવ્યા અને ઘરે પાછા લઈ આવ્યાં ! દીકરા પાસે વચન લીધું : ‘એક દીકરો થઈ જાય, પછી તું છૂટો !' માનું વેણ ન ઉથાપ્યું. ઘરમાં આવીને રહ્યા તો ખરા પણ મન તો પંજાબમાં મૂકીને આવેલા. દિવસ ને રાત, શ્વાસે-શ્વાસે, બસ એ જ ધૂન, એક જ લગન : ‘ક્યારે છૂટું આ કેદખાનામાંથી.’ સંસાર માંડીને બેઠેલા. આમતેમ માડીના કામ કરે. એક દિવસ બપોરે માએ વીરજીને કહ્યું : ‘કદાચ જરૂર પડે તો કામ આવે, માટે થોડું ઘી લેતો આવ ને ! તપેલી અને પાવલી લઈ ઘીવાળાની દુકાને જઈ વીરજી ઊભો રહ્યો. ઘરાકી ઘણી હતી એટલે દુકાનદારે કહ્યું કે ખમો ! હમણાં દઉં છું. ત્યાં તો એક છોકરો દોડતો આવ્યો અને વીરજીની સામે જોઈને બોલ્યો : ‘ઝટ જાઓ. તમારે ઘેર દીકરો આવ્યો છે !' ‘હે !’ બોલતાં જ, વીરજીએ તપેલી અને પાવલી દુકાનદારને આપી. કહી દીધું : “ધી ઘરે પહોંચાડી દેજો અને પછી કહેજો કે વીરજી પંજાબ દીક્ષા લેવા ગયો છે !' ઘરના ફળિયે ડોકાવા પણ ન ગયા. પગ ઊપડ્યા સીધા ભાવનગર તરફ. સ્ટેશને પહોંચીને જે ગાડી ઊપડતી હતી, તેમાં જ બેસી ગયા. અથડાતા-કૂટાતા પંજાબ પહોંચ્યા. અંબાલા શહેરમાં સુપાર્શ્વનાથ પ્રભુના સાન્નિધ્યમાં જીવને હાશકારો થયો ! ત્યાં પંજાબી કમળસૂરિ મહારાજના ચરણોમાં જીવન સમર્પિત કર્યું. દીક્ષા લઈ વીરજી ભાવસાર મટી, મુનિ વીરવિજય મહારાજ બન્યા વિક્રમ સંવત ૧૯૩૫ ની સાલમાં. Jain Education International વૈરાગ્ય, ઝળહળતો હતો. ક્ષયોપશમ, તીવ્ર હતો. કાવ્યસ્તવનોની સહેજે સ્ફુરણા થતી હતી. આમેય પંજાબમાં તો, ગાના-બજાના જ્યાં ને ત્યાં ચાલતાં જ હોય. મુનિશ્રી વીરવિજયજીએ, એ રંગમાં ભગવાનનો રંગ ભેળવ્યો અને ભક્તિભાવનાં અનેક સ્તવનોની મનહર રચનાઓ કરી. પોતે જન્મ્યા તો, ગુજરાત-સૌરાષ્ટ્રમાં પણ બોલચાલ હિંદીમાં જ કરતા રહ્યા. સુનિશ્રી વીરવિજયજી રચિત સ્તવનની એક હી... क्युं न हो सुनाई सांई, जैसा गुन्हा क्या किया ? औरो की सुनाई जावे, मेरी बारी नाहीं आवे; તુમ બિન જૌન મેરા, મુને વર્યુ મૂના વિદ્યા ! વવું ... વિવિધ રાગ-રાગિણીથી શોભતી રચનાઓ પણ હિંદીમાં કરી. એમનાં રચેલાં સ્તવનો પંજાબમાં અને ગુજરાતમાં, લોકજીભે ચડ્યાં; ગવાતાં રહ્યાં. જાણે પ્રભુજીની સાથે વાતો કરતા હોય એવા ભાવ એમની રચનાઓમાં આવે! તેઓ પૂજાઓ, સ્તવનો ખૂબ રંગ-ઢંગથી અને ભાવથી ગાતા. રસ અને રુચિ એવી કે, દિલ એકતાર થઈ જતું. જીવનની પવિત્રતાના કારણે, મુનિશ્રીને ‘વચનસિદ્ધિ’ પ્રાપ્ત થઈ હતી. આવા બે પ્રસંગ યાદકરવા જેવા છે. એક વરતેજ ગામમાં બનેલો અને બીજો સિહોરમાં બનેલો. મુનિશ્રી વરતેજમાં બિરાજેલા. ત્યાં, શ્રી સંભવનાથ ભગવાનના દેરાસરમાં, નવ્વાણું પ્રકારી પૂજા ભણાવવા, ગવૈયો ભાવનગરથી આવવાનો હતો; એવામાં મૂશળધાર વરસાદ ચાલુ થઈ ગયો. ગવૈયો હવે સમયસર નહીં આવી શકે, તેવું લાગ્યું. પૂજાની બધી તૈયારી થઈ ગઈ હતી. મુનિશ્રી પોતે પણ આવીને બેઠા. પૂજાઓ લલકારવી શરૂ કરી; પણ થયું કે, ‘હારમોનિયમ ઉપર સૂર આપનાર કોઈ હોય, તો ગાવાનું બરાબર જામે ! તબલાની પણ ઝમક આવે !' શું કરવું ? એવી વિમાસણમાં હતા ત્યાં એમની નજર પૂજામાં બેઠેલા સાકરચંદ ભાવસાર નામના, તેર-ચૌદ વર્ષના એક છોકરા પર પડી. વીરવિજયજી મહારાજે કહ્યું : ‘સાકરચંદ, ઊભો થા ! પેટી શરૂ કર !' સાકરચંદ તો, બાઘો બની આ સાંભળી રહ્યો; કહે : ધન્ય તે મુનિવરા રે ! : ૧૦૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy