________________
ધન્ય લોક, ધન્ય નગર, ધન્ય વેળા
એટલે તો કલિકાલસર્વજ્ઞના ઉપાશ્રયને સરસ્વતીનું પિયર” (મારતી-પિતૃ-ન્દિરમ) કહેવાય છે ! આવું અશક્ય લાગતું કાર્ય આટલા ટૂંકા સમયમાં કર્યું તેથી રાજા આ અપાર્થિવ શક્તિથી ખૂબ અંજાયો. આવી સિદ્ધિ ન જોઈ શકનાર ઘણાં અકળાયા. સજ્જન-નયન-સુધારસ-અંજન, પણ, દુર્જનો તો, ત્યાં આંખ પણ ન માંડી શક્યા જાણે ભરણી નક્ષત્રમાં આવેલો સૂર્ય ન હોય !
પંડિતોનાં માથાં ધૂણવા લાગ્યાં, કોઈ દૈવી શક્તિનો આ પ્રભાવ છે એ નક્કી.
કાળ થંભી ગયો. એક ઇતિહાસ રચાયો. કાર્ય એમાં ઊંડું કોતરાઈ ગયું.
સમય વીતતો ગયો તેમ તેમ એ નામ વધુ ને વધુ ઉજળું થતું ગયું.
સિદ્ધરાજ જયસિંહ માળવાનો વિજય કરીને, તાજા-તાજા આવ્યા. ત્યાંથી અઢળક સંપત્તિ તો લાવ્યા, પણ સાથે રાજ્યનો પુસ્તક-ભંડાર પણ લાવ્યા. આ સાહિત્ય-ખજાનામાં રાજાભોજ-રચિત સંસ્કૃત વ્યાકરણ પણ હતું. એ જોઈ જિજ્ઞાસુ રાજાને ચટપટી થઈ. પંડિતોને પૂછ્યું : ‘આપણે ત્યાં કયું વ્યાકરણ ભણાવવામાં આવે છે?”
ક્યાં તો રાજા ભોજનું અથવા પાણિનીનું.'--જવાબ મળ્યો.
શું આપણે, આપણાં ગુજરાતનું કોઈ વ્યાકરણ નથી શું?”--વિસ્મયથી રાજાએ પૂછ્યું. विद्वान कोऽपि कथं देशे, विश्वेऽपि गूर्जरेऽखिले । सर्वे संभूय विद्वांसो, हेमचन्द्रं व्यलोक्यत् ।। નથી વિદ્વાન કોઈ શું? સમસ્ત ગુજરાતમાં, એકી સાથે બધા નેત્રો ઠર્યા શ્રી હેમચન્દ્રમાં.'
ભરી-સભામાં રાજાએ પડકાર કર્યો. આપણા રાજ્યમાં છે કોઈ વિદ્વાન્ જે આવું વ્યાકરણ રચી શકે ! બધા વિદ્વાનો નત-મસ્તકે ચૂપ રહ્યા. પણ અંદર-અંદર મસલત કરી, પછી “એક અવાજે સહુના મોઢે એક નામ
શ્રી હેમચન્દ્રાચાર્ય મુનિ જ, આ કરી શકે! રાજાએ તેમના તરફ દ્રષ્ટિ. કરી. સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યે આ પડકાર ઝીલ્યો
પરિણામે, --માત્ર એક જ વર્ષની ટૂંકી અવધિમાં, પાંચ અંગ સહિતનું વ્યાકરણ રચાયું!
લઘુવૃત્તિઃ છ હજાર શ્લોક પ્રમાણ, મધ્યમવૃત્તિ: બાર હજાર શ્લોક પ્રમાણ, બૃહદ્વૃત્તિ: અઢાર હજાર શ્લોક પ્રમાણ, બૃહન્નયાસ: ચોર્યાસી હજાર શ્લોક પ્રમાણ, ઉપરાંત ઉણાદિ ગણ વિવરણ અને ધાતુ પારાયણ. વિ. સં. ૧૧૯૩માં પ્રારંભ કરી, બીજે વર્ષે, વિ. સં. ૧૧૯૪માં પૂર્ણ થયું. સવા લાખ શ્લોકની રચના આ એક વર્ષમાં કરી !
પાટણ નગરીમાં આજે, ચારેકોર થનગનાટ અને તરવરાટછવાયો છે. વહેલી સવારથી નર-નારીઓ ઘરને, આંગણાંને, મહોલ્લાને, શેરી-ચૌટાને શણગારવામાં મશગૂલ છે. પોતે પણ બધાં નવાં-નવાં વસ્ત્રો અને અલંકારથી સજ્જ થયાં છે. જાણે, કોઈ મોટો તહેવાર !
ચોરે ને ચૌટે, ચકલે ને ચોકે, બજારે ને ગંજમાં બધે લોકો લાંબા લાંબા હાથ કરી એક જ વાત કરતા હતા. માન્યામાં ન આવે એવી વાત હતી. “અરે ! સાંભળ્યું? નગરમાં, આજે હાથી ફરવાનો છે ! પાટણની ગલીઓમાં હાથી ન પ્રવેશે એવો કાયદો છે !'
કોઈએ કહ્યું: ‘હૃદયનો ઊછળતો ઉલ્લાસ કાયદાને ગણકારતો નથી. આજ તો, સમસ્ત ગુજરાત ગૌરવભેર મસ્તક ઉન્નત રાખીને ફરે તેવું બન્યું છે ?'
ગુજરાતના એક સપૂત, મૂર્ધન્ય વિદ્વાને માત્ર એક વર્ષના સમયમાં, પોતાના સાધુ-જીવનની બધી આચારસંહિતાના પાલન કરવાપૂર્વક સવા લાખ શ્લોકપ્રમાણ નવીન વ્યાકરણ - પંચાંગી પૂર્વક - રચી આપ્યું, તેની આજે
૮૬ : પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org