SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ નીચે બોલાવવાની ફરજ પડી. બોલાવવા કોણ જાય ? એ કામ તો ભદ્રા શેઠાણી જ કરી શકે ! ગયા. વેઢમીમાં કાંકરો આવે તેવું લાગ્યું ! ‘વણજમાં શું પૂછો છો ? ઠીક લાગે તે મૂલ કરી, દામ ચૂકવી, વખારે મુકાવી દો !’ભદ્રા મૂંઝાયા. શું કહેવું ? આવું ન કહેવું પડે તો સારું, પણ હવે ઉપાય નથી. કહે : ‘આ રાય કરિયાણું નથી. આ રાય તો રાજા શ્રેણિક છે. મગધ દેશના માલિક છે. આપણા સ્વામી છે. તેઓ આવ્યા છે. ચાલો ! થોડી વાર માટે આવો!' મન ઉદાસ થઈ ગયું ! પુણ્ય ઓછાં પડ્યાં? પૂર્વે સુકૃત નવિ કીધાં, સુપાત્રે દાન નવિ દીધાં, તેને કારણે રે હજી અમારે માથે નાથ છે ! મન વિના આવ્યા. શ્રેણિક તો શાલિભદ્રનું રૂપ, સૌંદર્ય અને લાવણ્ય જોઈ જ રહ્યા ! આવું દેવતાઈ રૂપ તો સમવસરણના દેવોમાં પણ દીઠું નથી. દેહ મનુષ્યનો અને સૌંદર્ય દેવતાઈ ! મોં પરની રેશમી કુમાશ અને રૂપમાધુર્યને ચેલ્લણા પણ અપલક નેત્રે નિહાળી રહ્યાં. આંખો ચોળવા લાગ્યાં. આ શું જોઉં છું ! આવું નેત્રદીપક દેહ-સૌંદર્ય અને લાવણ્યભરપૂર -રૂપ આ પૃથ્વીલોક પર જોવા મળવું દોહ્યલું છે. વહાલ વરસાવવા રાજા શ્રેણિકે ખોળે બેસાર્યા પણ ક્ષણમાં તો શાલિભદ્રના મુખ પર મોતી જેવાં પ્રસ્વેદ-બિંદુ બાઝવા લાગ્યાં ! માતા ભદ્રા કહે : માણસનો સંગ સહી શકતા નથી; અહીંનું પાણી પણ પીધું નથી. આપ સત્વરે રજા આપો. ' શાલિભદ્ર ઉપરના માળે ગયા. એક-એક શ્રેણિ ઉપર ચડતા, ચડતા જ ગયા ! નીચે ક્યારે ય ન ઊતર્યા. સંકલ્પ થઈ ગયો. આવું આશ્રિત જીવન ન જોઈએ. આત્માની સ્વતંત્રતા પર તરાપ છે. લોખંડની બેડીમાંથી તો ઝાટકે છુટાય, પણ આ તો સ્નેહ-રાગના સૂતરના તાંતણાનાં બંધન ! હળવે-હળવે, જાળવીને અળગા કરવા પડે. ‘રોજ એક બંધન અળગું કરવું' એમ વિચાર્યું અને શરૂ કર્યું ! ભદ્રાને આંચકો લાગ્યો. મનમાં અંદેશો હતો જ, કે આવો ૮૨ : પાઠશાળા पादाम्भोजराजः प्रमार्जनमपि क्ष्मापाललीलावती दुष्प्राप्याद्भुतरत्नकम्बलदलैर्यवल्लभानामभूद् । निर्माल्यं नवहेममण्डनमपि क्लेशाय यस्यावनिपालालिङगनमप्यसौ विजयते दानात् सुभद्रांऽगजः ।। મોટા રાજાને પણ જે દુર્લભ હતી, તેવી રત્નકંબલ જેની પત્નીને માટે ચરણ-કમલની રજ લૂછવા માટે થઈ હતી અને સુંદર સુવર્ણનાં આભૂષણ પણ જેઓને ત્યાં નિર્માલ્ય ગણાયાં. રાજા શ્રેણિક ખોળે બેસાડીને, જ્યારે તેમને ભેટ્યા ત્યારે પણ, જેમને અસુખ થયું તેવા શાલિભદ્ર મહારાજ જેઓ ભદ્રામાતાના સુપુત્ર હતા, તેઓ જયવંતા વર્તો !! Jain Education International દિવસ એક વાર ઊગવાનો છે જ. ચકમકના પાષાણને પાણીમાં રાખો એટલે એવું ન માનવું કે તે પાણીને સ્વીકારી લેશે. તેની અંદરનો અગ્નિ તો અકબંધ જ રહે છે. ગત ભવમાં છેલ્લી પળોએ ‘નમો અરિહંતાણં’સંભળાવનાર પેલા મુનિવરની છબી ઊંડે ઊંડે અંકિત થઈ હતી એનું કામ શરૂ થયું હતું. કેવા યોગાનુયોગ રચાય છે ! એક બહેન સુભદ્રા. તેના સ્વામી ધન્યકુમાર. પદ્મરાગમણિની ખાણમાં મણિ જ પાકે. કાચ તો ગોત્યા ન જડે. ધન્યના જાણવામાં આવ્યું ન હતું. સ્થૂળ સમાચારોની આપ-લે રોજિંદી ન હતી એ વખતની આ વાતછે. ‘ભાઈ એક એક પત્નીને પરિહરે છે. દેવતાઈ ઋદ્ધિમાં અનાસક્તિ હતી, હવે તે ત્યાગના રૂપમાં પરિપકવ બની છે. ’-- આવું જાણીને, સંસારના સહજ રાગથી ઘૂંટાયેલી વેદના, સુભદ્રાની આંખમાંથી આંસુ રૂપે ધસી આવી. સ્નાનવેળાએ જ ધન્યકુમારના ખભે ઊનાં આંસુ પડ્યાં ! અત્યંત સંવેદનશીલ ધન્નાની આંખ ઉપર જોવા લાગી. સુભદ્રાની ગોળ ગોળ કાળી આંખમાં આંસુ તગતગે છે. અચરજ થયું. શું ઊણપ આવી હશે ? સુભદ્રાની આંખ ભીની પણ ન થવી જોઈએ; આ તો ચૂવે છે! ‘શું છે ? શું છે ?’- સ્વરમાં વિહ્વળતાનો કંપ આવ્યો... ભાઈ રોજ-રોજ એક ત્યજે છે... ગદ્ગદ્ સ્વરે કહેવાયું. વાક્ય જુદા સ્વરૂપે પાછું ફર્યું : આ તો કાયરનાં કામ ! આ શું ? છોડવું તો છોડી જાણવું. ધીમે ધીમે બળતા ઈધણામાંથી રસોઈ ન થાય, અરે ! તાપણું પણ ન થાય !’ ‘બોલવું સહેલું છે. કરવું અઘરું છે. ’ ‘એમ છે ? તો આજથી આઠેય પત્નીનો ત્યાગ !' સ્વરમાં એ જ સ્વસ્થતા. નથી આવેશ કે આવેગનો કંપ ! કંપવાનો વારો હવે સુભદ્રાનો હતો. અરે, અરે ! ભાઈ તો જાય છે. આ તો પતિ પણ જશે ! ‘ના, ના, દેવ ! હું તો ઉપહાસ કરતી હતી, નાથ ! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy