________________
હાથ ફર્યો કિરતાર-તણો, ત્યાં સુષ્ટિ ગઈ બદલાઈ; જલ-સ્થળ નભ જ્યાં-જ્યાં નીરખું, ત્યાં યૌવન લે
અંગડાઈ.. મૂશળધાર વરસતાં વાદળ, જળની હેલી આવી; ઝરણાં છલક્યાં, સરિતા દોડી, સાગરમાંહી સમાઈ
માણસ કરે તો શું કરી શકે ? અને કુદરતને કરવું હોય તો, ઘડીમાં કેવો પલટો આપી દે છે; એ બધાએ જોયું અને અનુભવ્યું.
હૈયે હરખ માતો ન હતો. બીજે દિવસે પણ, મેં ઉપવાસ કર્યો. પરિણામની ધારા ચડતી રહી, ત્રીજે દિવસે પણ, ઉપવાસ થયો. દાદાના અભિષેકની ઉજવણીમાં અનાયાસ અઠ્ઠમ થયો, પ્રસન્નતાપૂર્વક થયો. હજુ પણ અભિષેકનાં દ્રશ્યો મનમાં જ ઘોળાયા કરતાં. એક-એક પ્રસંગના વિચારો પડઘાયા કરે; જે મળે તેને, આ જ વાતો કરતાં રહેવાનું મન થાય ! અમારા મિત્ર મુનિ શ્રી ધુરંધર મહારાજને આ ખબર આપવા બેઠો અને અનુષ્ટ્રપની પંક્તિઓ, એક પછી એક, એમ સહજ ઊતરવા લાગી; એટલે આ આનંદને કાવ્યના વાઘા પહેરાવીને, પત્ર દ્વારા મોકલી આપ્યો. વહેંચવાથી આનંદ બેવડાયો. (એ કાવ્ય-પંક્તિઓ અન્યત્ર આપી છે.)
જેણે -જેણે આ અભિષેક હાજર રહીને માણ્યો, એ બધાને તો, જીવનભરનું એક યાદગાર સુકૃત જમા થઈ ગયું. “ધન્ય તે લોક, ધન્ય તે નગર, ધન્ય તે ક્ષણો.”
જ્યારે મન ધરપત મેળવે છે, તૃપ્તિ અનુભવે છે, સુખનો તોષ પામે છે; ત્યારે તેને પ્રગટ કરવામાં શબ્દો વામણા પુરવાર થાય છે. ‘મન મસ્ત ભયા તબ ક્યોં બોલે !” એ સમયે, આ બધું લખી શકવાની મનઃસ્થિતિ તો, ક્યાંથી હોય ? આજે હવે તેને શબ્દમાં સમાવી શકાયા છે; એટલે આ લખતાં જાણે એ ક્ષણો ફરીથી જીવી રહ્યો છું ! આ આનંદ તમને બધાને વહેંચીને, એનો વિસ્તાર સાધ્યો. ઊંડાણ તો સધાયેલું હતું જ. તેથી તો આજે ચૌદ વરસે પણ ચિત્તના ચિદાકાશમાં, વૃક્ષ ઉપરની લકીરની જેમ વધવા સાથે અકબંધ સચવાયેલો રહ્યો છે. બોરસલીના ફૂલની જેમ, સમય જેમજેમ વીતે તેમ-તેમ એ ઘટના પુરાતની બને છે તેમ, તેની સુગંધ વધુ મહેકે છે.
જય શત્રુંજય ! જય આદીશ્વર ! જય જિનશાસન !
અભિષેકની પ્રસાદી
-- સ્નેહધારા -- પદ્યમાં રચતાં પત્ર, પત્રમાં પદ્ય ગૂંથતાં; શ્લોકના વેલ-બટ્ટાથી, શોભતો પત્ર સાંપડ્યો.-૧ ભીંજાયા સ્નેહથી આપ, સ્નેહથી ભીંજવ્યો મને; ભીંજાયા સ્નેહથી જે હો, ભીંજવ્યા વિણ ન રહે.-ર
ભીંજાવું મેઘથી જાણ્યું, અન્ય શું ભીજવી શકે; સ્વયં જે હોય, ના આદ્ર, અન્યને આર્દ શું કરે ?-૩
અહીં તો, સૂપડાધારે, મેઘે માઝા મૂકી દીધી; ત્રણ વર્ષ તણી પ્યાસ, ક્ષણોમાં છીપવી દીધી.-૪ વ્યોમ ને વસુધા જ્યારે, એકાકાર બની રહ્યા; અંધારપટમાં ત્યારે, વિશ્વ સારું ડૂબી ગયું.-૫ | સહસ્રાધિક ધારામાં, ઘરા હાઈ ધરાઈને; શુષ્કતા, મેલ ને તાપ-તૃષા તો પળમાં ગઈ.-૬
ઘણાએ મેઘધારામાં, નખશીખ ઊંચ-નીચે; પલળ્યા, જળ્યા, છાયા, બાગ-બાગ બની રહ્યા.-૭
દાદાના ઔષધિપૂર્ણ, અભિષેક થયા તદી; ગિરિ ને ચૈત્યના મેઘ, અભિષેક પૂરા કર્યા.-૮
શ્રી દાદાના થયા જ્યારે, અભિષેક ગિરિવરે; તે દિ’થી મેઘ મંડાણો, લોક ગાંડું બની રહ્યું.-૯ ચડ્યા ત્યારે, દીઠા કુંડો, ખાલી-ખાલી બધા હતા; વળતાં જોયું, તો કુંડો, પાણીથી છલકી રહ્યા.-૧૦
વસુધાએ નવો સાધુ, પહેર્યો છે કિનખાબનો; ધોળા-પીળા-ભૂરા-લાલ, બુટ્ટાઓથી મઢ્યો-મક્યો.-૧૧
જે વર્ણન વિસ્તારથી હમણાં જ આગળનાં પાનાંઓમાં વાંચ્યું; તેનો થોડો ભાગ અહીં આ પદ્યમાં ગૂંથવામાં આવ્યો છે. શબ્દો સરળતાથી વહી આવ્યા છે. અને વર્ષાનું વર્ણન દાદાના અભિષેકનાં દ્રશ્યોને કેન્દ્રમાં રાખીને થયું છે. આ દાદાનાં અભિષેક-જળથી અમે એવા તરબોળ ભીંજાયા હતાં, કે તેની ભીનાશ વહેંચવાનું મન થયું; જેમ-જેમ એ વહેંચી તેમ-તેમ મન વધુ ને વધુ રસ-તરબોળ બન્યું તેની આ એક પ્રસાદી છે. 1
અભિષેક: ૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org