________________
ઓસ્ટ્રેલિયા છતાં દસ ટકા જેટલું પણ કામ થયું નહીં. દરિયામાં પૂરણી કરવામાં જ વખત અને ખર્ચનું પ્રમાણ બહુ વધી ગયું. વીસ વર્ષે જ્યારે આ થિયેટર બંધાઈ રહ્યું ત્યારે એના ખર્ચનો આંકડો એક અબજ અને વીસ કરોડ ડોલર સુધી પહોંચી ગયો હતો. ઑસ્ટ્રેલિયા જેવા દેશને જ પોસાય એવું એ સ્થાપત્ય છે. એક થિયેટર બાંધવા પાછળ દુનિયામાં આટલી બધી રકમ હજુ સુધી બીજે ક્યાંય ખર્ચાઈ નથી.
આ ઑપેરા હાઉસમાં સંગીત, નાટક વગેરે માટે નાનાંમોટાં ચાર સભાગૃહો છે. એ ચારેમાં મળીને એકસાથે દસ હજાર પ્રેક્ષકો પોતપોતાના કાર્યક્રમો નિહાળી શકે અને છતાં અંદર કે બહાર જતાં કે આવતાં ક્યાંય ભીડ કે અવ્યવસ્થા જેવું લાગે નહીં એવી એની રચના છે. ઓપેરા હાઉસની અર્ધવર્તુળાકાર ઊભી કમાનો અને તેના શ્વેત રંગને લીધે દૂરથી જોતાં જાણે જળમાં કમળ ઊગ્યું હોય એવી છાપ પડે છે. એટલે જ સિડનીના ઑપેરા હાઉસને “કોંક્રીટમાં કવિતા' તરીકે ઓળખાવવામાં આવે છે.
કાંગારું, કોઆલા, પ્લેટિપસ, એમ ઑસ્ટ્રેલિયાનો વિચાર કરીએ અને એનું રાષ્ટ્રીય પ્રાણી કાંગારું યાદ ન આવે એમ બને જ નહીં. પ્રકૃતિશાસ્ત્રીઓ માને છે કે જે જાતનાં પ્રાણીઓ ફક્ત ઑસ્ટ્રેલિયામાં જ જોવા મળે છે તે પરથી એ પ્રાગૈતિહાસિક કાળનો દેશ હોવો જોઈએ. ઑસ્ટ્રેલિયામાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનું બહુ વૈવિધ્ય જોવા મળે છે. ફક્ત નીલગિરિ (યુકેલિપ્ટસ)નાં વૃક્ષની ૭૦૦ જેટલી જુદી જુદી જાત ત્યાં જોવા મળે છે. એને ત્યાં Gum Tree કહે છે. કાંગારું, કોઆલા,
ઑટિપસ, એમુ વગેરે પ્રાણીઓ ઑસ્ટ્રેલિયામાં (અને આસપાસના ટાપુઓમાં) જોવા મળે છે. પેટે બચ્ચાને રાખીને ઉછેરનારાં પ્રાણીઓમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org