________________
૨૮
પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ કાંગારું સૌથી મોટું છે. એનો દેખાવ કઢંગો છે. એના ચાર પગમાંથી આગળના બે પગ ટૂંકા અને પાછળના લાંબા છે. આમ, છતાં કલાકના ત્રીસ માઈલની ઝડપે તે દોડી શકે છે. વળી, તે ત્રીસ ફૂટ લાંબી છલાંગ મારી શકે છે. તે બે પગ પર ઊભું થઈ શકે છે. ટટાર બેસવું હોય તો પોતાની જાડી લાંબી પૂંછડી પર શરીર ટેકવીને તે બેસી શકે છે. ભૂખરા લાલ રંગનાં કાંગારું ઊભાં થાય તો દસેક ફૂટ જેટલાં ઊંચાં દેખાય છે. એના આગળના બે પગ બે હાથ જેવું કામ પણ આપી શકે છે. માદા કાંગારુંની કોથળીમાં બચ્ચાંનો ઉછેર થાય છે. બચ્ચાં જન્મે ત્યારે ફકત દોઢેક ઇંચ જેટલા કદનાં હોય છે. મોટાં થાય ત્યારે દસેક અઠવાડિયે કોથળીમાંથી મોટું બહાર કાઢીને જુએ છે. કાંગારુંની પચાસ જેટલી જુદી જુદી જાતિ છે. એક જાતિનું નામ “વેલાબી' છે. તેનું કદ નાના કૂતરા જેવડું હોય છે. તે ઘણુંખરું ડુંગરોમાં વસે છે. કાંગારુંની એક જાત વૃક્ષો ઉપર જ રહે છે અને ત્યાંથી જ પોતાનો ખોરાક મેળવી લે છે. કાંગારુની સૌથી નાની જાતિ કદમાં ઉંદર જેટલી હોય છે. અલબત્ત, ઓસ્ટ્રેલિયનો મોટા કાંગારું જ કાંગારું તરીકે ઓળખે છે.
ફક્ત ઑસ્ટ્રેલિયામાં જ જોવા મળે એવું એક બીજું પ્રાણી તે કોઆલા છે. રીંછની નાની પ્રતિકૃતિ જેવું તે લાગે. એને પૂંછડી હોતી નથી. ત્રણેક ફૂટના રૂંછાદાર શરીરવાળા કોઆલાનું જાડું કાળું નાક અને ઝીણી આંખો એ એની લાક્ષણિકતા છે. ‘કોઆલા' નામ આદિવાસીઓએ પાડેલું છે. એમની ભાષામાં “કોઆલા' એટલે જે પાણી પીતું નથી તે. કોઆલા પાણી પીતું નથી. તે ઘણુંખરું નીલગિરિનાં વૃક્ષો ઉપર જ રહે છે. એનાં પાન એનો મુખ્ય ખોરાક છે. દિવસ કરતાં તે રાત્રે વધારે હરેફરે છે. દિવસે ઘણી વાર તે ઘોરતું દેખાય. કોઈ વાર તો ઝાડ ઉપર એકસાથે ચારપાંચ કોઆલા એકબીજા ઉપર પડ્યાં પડ્યાં ઘોરતાં હોય. ઑસ્ટ્રેલિયાના લોકોને કોઆલા એની સુંવાળી રુવાંટીને લીધે બહુ ગમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org