________________
૨૬
પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ
બંધાઈ રહ્યા પછી ઈ.સ. ૧૯૨૭માં બ્રિટનના રાજા પાંચમા જ્યૉર્જે એનું ઉદ્ઘાટન કર્યું હતું.
ઑપેરા હાઉસ
કોઈ ઑસ્ટ્રેલિયાના સાંસ્કૃતિક પ્રવાસે જાય અને સિડનીનું ઑપેરા હાઉસ જોયા વગર પાછો ફરે તો એનો પ્રવાસ અધૂરો જ ગણાય. સિડનીનું નામ દેતાં જ ત્યાંનું ઑપેરા હાઉસ યાદ આવે. એ આધુનિક સમયનું એક બેનમૂન ભવ્ય સ્થાપત્ય છે. ઑપેરા હાઉસના સ્થળની પસંદગી અને એની રચના બંને ગૌરવવંતાં છે. આવા ભવ્ય સ્થાપત્ય માટે આસપાસનું નૈસર્ગિક સૌન્દર્ય પણ આવશ્યક છે. બહુમાળી ઇમારતોના આ જમાનામાં સારાં સ્થાપત્યો પણ ઢંકાઈ જાય છે. એટલા માટે સિડનીમાં હાર્બર બ્રિજ પાસે દરિયામાં ઘણું પૂરણ કરીને ત્યાં તૈયાર કરવામાં આવેલી જગ્યામાં, સમુદ્રમાં, ઑપેરા હાઉસ બાંધવામાં આવ્યું કે જેધી ઘણે દૂરથી, વિમાનમાંથી પણ તે સ્પષ્ટ દેખાય. ઑપેરા હાઉસનો આકાર કમળની પાંદડીઓ જેવો છે. નીચે જળ અને ઉપર ખુલ્લું આકાશ એવી રીતે પ્રકૃતિના વાતાવરણનો એને પૂરો લાભ મળ્યો છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અને ચાંદનીમાં પણ, એમ જુદે જુદે સમયે પલટાતા રંગો અને તેજકરણોથી એના સૌન્દર્યની વૃદ્ધિ થાય છે.
ઑસ્ટ્રેલિયાની ન્યૂ સાઉથ વેલ્સની સરકારે એક વિશાળ થિયેટર બાંધવાનો જ્યારે વિચાર કર્યો ત્યારે જાતે તેનો નકશો ન બનાવતાં તે માટે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજી કે જેથી દુનિયાના મહાન સ્થાપત્યવિદોની દૃષ્ટિનો લાભ મળે. આ થિયેટર માટે ડેન્માર્કના જૉન ઉત્નોની ડિઝાઇન પસંદ કરવામાં આવી. ત્યારે એનો અંદાજિત ખર્ચ એક કરોડ અને વીસ લાખ ઑસ્ટ્રેલિયન ડૉલરનો હતો. પરંતુ એક કરોડ ડૉલર ખર્ચાઈ જવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org