________________
રચના પછી કવિ સમયસુંદર અને નયનસુંદરે અનુક્રમે ઈ.સ. ૧૬૦૯ અને ઈ.સ. ૧૬ ૧૭માં રીલા “નલ-દવદંતી રાસમાં પણ દવદંતીના ત્યાગ સમયે વસ્ત્ર ફાડવાનું કામ નળનો ક્યો હાથ કરે એ પ્રસંગે કરસંવાદની યોજના કરી છે).
નેમિરંગરત્નાકર છંદ – આ કૃતિની રચના કવિ લાવણ્યસમયે ઈ. સ. ૧૪૯૦માં કરી છે. એમાં જૈનોના બાવીસમા તીર્થંકર નેમિનાથ ભગવાનના લગ્નનો સુપ્રસિદ્ધ પ્રસંગ આલેખાયો છે. સંસ્કૃત શ્લોકથી આરંભાયેલી અને એ અધિકારમાં લખાયેલી આ કૃતિના પહેલા અધિકારની ૭૦ કડીમાં અને બીજા અધિકારની ૧૧૭ કડીમાં નેમિનાથ અને રાજિમતીના વિવિધ પ્રસંગોનું રસિક આલેખન કવિએ કર્યું છે. નેમિકુંવરના વરઘોડાની રાહ જોતી રાજિમતી તથા નેમિનાથ પાછા ફરતાં આશાભંગ અને શૂન્યમનસ્ક બનેલી રાજિમતીનાં સુંદર શબ્દચિત્રો કવિએ આલેખ્યાં
નેમિનાથ હમચડી – કવિએ ઈ.સ. ૧૪૯૦માં નેમિનાથ વિશે એક કૃતિની રચના કર્યા પછી આ ૮૪ કડીની એ જ વિષય પર હમચડીના સ્વરૂપની એક લઘુકૃતિની રચના ઈ. સ. ૧૫૦૮માં કરી છે. આ કૃતિ સામૂહિક નૃત્ય સાથે ગાવા માટે ખાસ લખાયેલી હોઈ તેના હરિગીતિકા છંદની સંગીતની છટા પણ અનુભવી શકાય એમ છે. કવિએ આ નાનકડી કૃતિને મનોરમ ભાવચિત્રો, પ્રસંગચિત્રો તથા મનોહર અલંકારો અને ભાષામાધુર્યથી મંડિત કરી છે. તત્કાલીન લોકાચાર પર સુંદર પ્રકાશ પાડતી આ કૃતિ છે.
સ્થૂલભદ્ર એકવીસો – જૈનોમાં પ્રાતઃસ્મરણીય મનાતા આચાર્ય શૂલિભદ્રની સ્તુતિરૂપે કવિએ વારાફરતી યોજેલી એવી દેશી અને હરિગીતની એકવીસ કડીની આ રચના કરી છે. ઈ.સ. ૧૪૯૭માં દિવાળીમાં રચાયેલી આ કૃતિમાં પોતાની પૂર્વપ્રિયા ગણિકા કોશાને ત્યાં સાધુ થયા પછી તરત ચાતુર્માસ રહેવાની ગુરુની આજ્ઞા થતાં સ્થૂલિભદ્ર કોશાને ત્યાં એ પ્રમાણે સંપૂર્ણપણે કામવિજેતા બનીને રહેવા ઉપરાંત કામવિજેતા થઈ કોશાને પણ સંયમ માટે પ્રતિબોધ પમાડે છે એ ઘટનાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અંતર્યામકની ચમત્કૃતિવાળી તથા પ્રાસની સંકલનવાળી તથા દેશીની કડીના છેલ્લા અર્ધા ચરણના ત્યાર પછીની કડીમાં આવર્તનવાળી આ લઘુકૃતિ એના પ્રસંગનિરૂપણની છટા તથા શબ્દમાધુર્યને લીધે આસ્વાદ્ય બની છે.
નવપલ્લવ પાર્શ્વનાથ સ્તવ અને સેરિસા પાર્શ્વનાથ સ્તવ -- કવિ લાવણ્યસમયે પોતાની કૃતિઓમાં પોતે જ નિર્દેશ કર્યો છે તે પ્રમાણે ઈ. સ. ૧૫૦૬ માં નવપલ્લવ પાર્શ્વનાથ નામના તીર્થની તથા ઈ. સ. ૧૫૦૬ માં સેરિયા પાર્શ્વનાથ નામના તીર્થની એમણે યાત્રા કરી હતી અને એ બંને યાત્રા પ્રસંગે પોતે અનુક્રમે ૩૫ કડીની
જૈન સાહિત્ય
૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org