________________
નિરૂપણ માટે કવિએ વિમલમંત્રીના પાત્રની યોગ્ય જ પસંદગી કરી છે એમ કહી શકાય.
આ પ્રબંધની રચના કવિએ મુખ્યત્વે ચોપાઈના પ્રબંધમાં કરી છે અને એમાં દુહા, વસ્તુ, પવાડ, દેશીઓના ઢાળનો પણ ઉપયોગ કર્યો છે. કવિની બાની ક્યારેક પ્રસાદમય તો ક્યારેક ઓજસવંતી બને છે. કવિએ આ પ્રબંધમાં અલંકારોમાં ઉપમા ઉપરાંત અર્થાન્તરવાસનો પણ ઠીકઠીક ઉપયોગ કર્યો છે. પરિણામે, એમની કેટલીક પંક્તિઓ સુભાષિત કે કહેવત જેવી બની ગઈ છે. ઉ.ત.
એક વયરી, વિષવેલડી એ બિહું, ત્રીજી વ્યાધિ. જાઉ ઉગતી છેદઈ, તુ સિરિ હુઈ સમાધિ. કડૂ લ નવિ લાગઈ અંબિ, સોનઈ કિન્ડઈ ન લાગઈ અંખિ, માણિકિ મલ ન બસઈ સાર, સીલ ન ચૂકઈ વિમલ કુઆર.
નાહનઉં સીહ તણી બાચડુ, મોટા મયગલથી તે વડુ.
બોલાઈ બોલઈ વાધઈ રાઢિ, કાંટાઈ કાંઇ વાધઈ વાડિ. કલિયુગનું વર્ણન, રોમનગરના સુલતાનની બીબીઓનો પ્રસંગ, બંભનિયાના રાજા સાથેના યુદ્ધપ્રસંગ, વિમલનો ચંદ્રાવતીમાં સત્કાર ઇત્યાદિ પ્રસંગોના નિરૂપણમાં કવિ લાવણ્યસમયની વર્ણનશક્તિનો સારો પરિચય મળી રહે છે. ધર્મોપદેશપ્રધાન આ કૃતિ હોવાને કારણે એનો પ્રધાન રસ શાંત હોય એ સ્વાભાવિક છે. તેમ છતાં કેટલાક પ્રસંગોના આલેખનમાં વીરરસ અને હાસ્યરસનું પણ અચ્છે નિરૂપણ થયું છે. આમ સમગ્રપણે મૂલવતાં વિમલપ્રબંધ' આપણા મધ્યકાલીન સાહિત્યની અને વિશેષતઃ આપણા પ્રબંધસાહિત્યની એક મહત્ત્વની કૃતિ છે એમ અવશ્ય કહી શકાય.
લિ લાવણ્યસમયની લઘુકૃતિઓમાંથી નીચેની કેટલીકનો પરિચય કરીએ :
કરસંવાદ – જૈનોના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ વરસીતપના પારણે શ્રેયાંસકુમારને ત્યાં પધારે છે એ પ્રસંગે શ્રેયાંસકુમાર ભગવાનને ઈશુરસ વહોરાવે છે. તે પ્રસંગે ભગવાનના બે હાથમાંથી કયો હાથ ભિક્ષા માટે આગળ આવે એ વિશે બંને હાથ વચ્ચે વિવાદ થાય છે, અને જમણો અને ડાબો બંને હાથ પોતપોતાની મહત્તા બતાવવાનો પ્રયત્ન કરે છે. છેવટે બંનેની મહત્તા બતાવી ભગવાન બંને વચ્ચે સંપ કરાવે છે. આ કલ્પિત સંવાદની રચના કવિએ દોહરો અને ચોપાઈની ૭૦ કડીમાં કરી છે, જેમાં ચાતુરી અને વિનોદના તત્ત્વ ઉપરાંત કવિની સૂક્ષ્મ નિરીક્ષણશક્તિની અને જ્યોતિષના જ્ઞાનની પ્રતીતિ થાય છે. (આ સ્વતંત્ર કૃતિની
જ આ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org