________________
નવપલ્લવ પાર્શ્વનાથ સ્તવ' અને ૧૫ કડીની, સેરીસા પાર્શ્વનાથ સ્તવન' નામની સ્તુતિના પ્રકારની રચના કરી હતી. આ ઉપરાંત પાર્શ્વનાથ ભગવાનનાં બીજાં તીર્થસ્થળો તે અંતરીક્ષ પાર્શ્વનાથ અને જીરાઉલા પાર્શ્વનાથ વિશે પણ તેમણે રચનાઓ કરી છે. જ્ઞાનચંદ્ર
સોરઠ ગચ્છના ક્ષમાચંદ્રસૂરિની પરંપરામાં વીરચંદ્રસૂરિના શિષ્ય કવિ જ્ઞાનચંદ્રસૂરિની કથાસાહિત્ય પર નિર્ભર એવી ત્રણ કૃતિઓ મળી આવે છે: (૧) વંકચૂલનો પવાડી રાસ (ઈ.સ. ૧૫૧૧), (૨) વેતાલ પચવીસી (ઈ.સ. ૧૫૩૯) અને (૩) સિંહાસન બત્રીસી (ઈ.સ. ૧૫૪૫). આ ઉપરાંત કવિએ ૧૮ કડીમાં નેમિરાજુલ બારમાસી' કૃતિની પણ રચના કરેલી છે. કવિની કૃતિઓમાં એમની ‘સિંહાસન બત્રીસી' સૌથી વધુ નોંધપાત્ર છે. આ કૃતિની રચના ત્રણ ખંડમાં, ૧૦૩૪ કડીમાં કવિએ કરી છે. કવિની પાસે વાર્તાકથનની વેગવંતી શૈલી છે. સ્થળે સ્થળે એમણે સુંદર, અલંકારયુક્ત વર્ણનો આપ્યાં છે અને એમાં કહેવતો, સુભાષિતો પણ વણી લીધાં છે. ઇંદ્રસભાનું વર્ણન, નગર ફરતા બનાવેલા તાંબાના કોટનું વર્ણન, ગણિકા અને ભર્તુહરિના પ્રસંગનું વર્ણન, વિક્રમના ઉપવનવિહારનું વર્ણન, દેવીની શક્તિનું વર્ણન, લીલાવતીના ચારિત્ર્યનું વર્ણન ઈત્યાદિ વર્ણનોમાં કવિની વિશિષ્ટ શક્તિનો પરિચિય થાય છે. કવિએ અન્ય પદ્યવાર્તાકારોની જેમ નારીસ્વભાવ, દરિદ્રતા, જુગાર વગેરે વિષયો ઉપર પ્રસંગે પ્રસંગે પોતાનાં મંતવ્યો વ્યક્ત કર્યા છે અને વૈરાગ્યનો ઉપદેશ આપ્યો છે.
એકંદરે, કવિ જ્ઞાનચંદ્રની આ કૃતિ ભાષા, છંદ, વર્ણનો અલંકારો, સૂક્તિઓ ઈત્યાદિની દૃષ્ટિએ મહત્ત્વની બની રહે છે અને આ વિષયની જૈન કવિઓની કૃતિઓમાં તે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે તેવી યોગ્યતા ધરાવે છે. સહજસુંદર
ઈસવી સનના સોળમા સૈકાના આરંભમાં થઈ ગયેલા કવિઓમાં કવિ સહજસુંદર ગણનાપાત્ર છે. ઈ.સ. ૧૫૧૪થી ૧૫૩૯ સુધીની તેમની રચનાઓ મળે છે. સહજસુંદરે “ઈલાતીપુત્ર સક્ઝાય', “ગુણરત્નાકર છંદ', “ઋષિદત્તારાસ', “રત્નાકુમાર ચોપાઈ', “આત્મરાજ રાસ', પરદેશી રાજાનો રાસ', “શુકરાજસાહેલી', જંબુઅંતરંગ રાસ', યૌવનજરાસંવાદ', ‘તેતલીમંત્રીનો રાસ’, ‘આંખ-કાન-સંવાદ', સરસ્વતી છંદ', “આદિનાથ શત્રુંજય સ્તવન”, “શાલિભદ્ર સઝાય', ‘જઈનવેલિ’ ઇત્યાદિ રાસ, સ્તવન, સઝાય, છંદ, સંવાદના પ્રકારની નાનીમોટી કૃતિઓની રચના
૪૬ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org