________________
મૂછવાળા, ધર્મ, અર્થ અને કામથી રહિત, કંઈક બાળવયમાં અને કંઈક યૌવનવયમાં આવેલા, બંધુ મિત્ર તથા ધનથી દૂરથી ત્યજાયેલા, પારકી યુવતીઓ સામે જોવાના મનવાળા, પોતે સ્વરૂપવાન અને સૌભાગ્યવાળા છે એવો ગર્વ ધરાવનારા, ઊંચું મુખ અને ઊંચી આંખો કરવાની ટેવવાળા હતા.”
જેમ છાત્રાલયમાં દેશદેશના છાત્રો હતા તેમ બજારમાં દેશદેશના વેપારીઓ એકઠા થયા હતા. વર્તમાન સમયમાં પણ જેમ દરેક દેશની પ્રજાની પોતાની ભાષાકીય લઢણ હોય છે અને કેટલાક શબ્દોનું ઉચ્ચારણ એ એમની ખાસિયત હોય છે તેમ કવિના સમયમાં પ્રાકૃતભાષાના ઉચ્ચારણમાં પણ દેશદેશના લોકોની જુદી જુદી ખાસિયત હતી. વળી, એ દરેક દેશના લોકો માટે લોકમાન્યતા કેવી હતી તેનો પણ નિર્દેશ કવિએ કર્યો છે. અહીં કવિએ લોકોનું જેવું લાક્ષણિક શબ્દચિત્ર આપ્યું છે તેવું આપણા પ્રાચીન સાહિત્યમાં ક્યાંય જોવા મળતું નથી. એથી ઐતિહાસિક દૃષ્ટિએ પણ આ શબ્દચિત્ર ઘણું ઉપયોગી છે. કવિ લખે છે : ૧. કાળા, નિષ્ફર વચન બોલનારા, બહુ તકરાર કે મારામારી કરનારા, લજ્જા
વગરના અને “અડડે' એવા શબ્દો બોલનારા ગૌલ્લ દેશના વેપારીઓ જોયા. ન્યાય, નીતિ, સંધિ, વિગ્રહ કરવામાં કુશળ, બહુ બોલવાના સ્વભાવવાળા અને “તેરે મેરે આઉ” એવા શબ્દો બોલનારા મધ્યદેશના વેપારીઓને
જોયા. ૩. બહાર નીકળેલા મોટા પેટવાળા, ખરાબ વર્ણવાળા, ઠીંગણા, કામક્રીડાના
રસિક, ‘અંગે લે’ એવા શબ્દો બોલનારા મગધ દેશના વેપારીઓ જોયા. ૪. ભૂરી માંજરી આંખવાળા, આખો દિવસ ફક્ત ભોજનની જ વાતો
કરવાવાળા અને કિતા કિમ્મો એવા પ્રિય શબ્દો બોલનારા અંતર્વેદી
ગંગાજમનાની વચ્ચેનો પ્રદેશ) દેશના વેપારીઓને જોયા. ૫. ઊંચા અને જાડા નાકવાળા, સુવર્ણ જેવા વર્ણવાળા, ભાર વહન કરનારા
અને “સરિ પારિ એવા શબ્દો બોલનારા કીર (એટલે કાશમીર) દેશના
વેપારીઓને જોયા. ૬. દાક્ષિણ્ય, દાન, પૌરુષ, વિજ્ઞાન, દયા વગેરેથી વર્જિત શરીરવાળા, “એહં
તેહ એવા શબ્દો બોલનારા ઢક્ક દેશના વેપારીઓને જોયા. ૭. મનોહર, મૃદુ, મંદ ગતિવાળા, સંગીતપ્રિય અને સુગંધપ્રિય, પોતાના દેશ
તરફ જવાના ચિત્તવાળા, દેખાવડા “ચડિય મેં એવા શબ્દો બોલનારા સિંધ દેશના વેપારીઓને જોયા.
૨૨ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org