________________
સંબંધવાળાં લક્ષણો લેખકની બહુશ્રુતતાની પ્રતીતિ કરાવે છે.
‘કુવલયમાલામાં તત્કાલીન લોકજીવનનું સુંદર પ્રતિબિમ્બ પડ્યું છે. કુવલયકુમાર વિજયાનગરીમાં જાય છે, ત્યારે રાજકન્યા કુવલયમાલા વિશેના સમાચાર મેળવવા માટે પનિહારીઓની વાતો સાંભળે છે, છાત્રાલયમાં જાય છે અને બજારમાં જાય છે. તે પ્રસંગે કેવા કેવા લોકોને કેવી કેવી વાતો કરતાં તે સાંભળે. છે તેનું વિગતે, તાદશ અને ચિત્રાત્મક વર્ણન કવિ કરે છે. છાત્રાલયમાં જે વિદ્યાર્થીઓ હતા તે લાટ દેશના, કર્ણાટકના, માલવાના, કનોજના, ગોલ્લદેશના, મહારાષ્ટ્રના, સૌરાષ્ટ્રના, ઢક્કદેશના, કાશમીરના, અંગદેશના અને સિંધદેશના હતા. છાત્રાલયમાં છાત્રોના જુદા જુદા વર્ગો ચાલતા હતા. તેમાં જુદાં જુદાં શાસ્ત્રોના વર્ગોનું વર્ણન કરતાં કવિ લખે છે :
“એક વર્ગમાં પ્રકૃતિ, પ્રત્યય, લોપ, આગમ, વર્ણવિકાર, આદેશ, સમાસ, ઉપસર્ગ વગેરે વિભાગ કરવામાં નિપુણ એવા વ્યાકરણની વ્યાખ્યા ચાલતી હતી. બીજા વર્ગમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દના સંયોગ માત્ર કલ્પનાના છે, રૂપમાં ક્ષણભંગુરતા છે, ક્ષણેક્ષણે વિનાશ પામવાના સ્વભાવવાળું છે એવી બૌદ્ધદર્શનની વ્યાખ્યાઓ ચાલતી હતી. કોઈક જગ્યાએ ઉત્પત્તિ, વિનાશ, પરિહાર, અવસ્થિત, નિત્ય, અપાય, સ્વરૂપ, પ્રકૃતિ, વિશેષ, ઉપનીત, સુખદુઃખાનુભવનું સ્વરૂપ વગેરે સાંખ્યદર્શનની વ્યાખ્યાઓ ચાલતી હતી. કોઈક મંડળીમાં દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ સમવાય, પદાર્થ, રૂપનિરૂપણા, અવસ્થિત, ભિન્નગુણ અવયવ વગેરેની પ્રરૂપણા કરનાર વૈશેષિક દર્શનની વ્યાખ્યાઓ ચાલતી હતી. કોઈક જગ્યાએ પ્રત્યક્ષ, અનુમાન, પ્રમાણ, છ નિરૂપિત નિત્ય જીવાદિ નથી, સર્વસંવાદ પદ, વાક્ય, પ્રમાણાદિવાદી મીમાંસાદર્શનની વ્યાખ્યાઓ ચાલતી હતી. કોઈક જગ્યાએ પ્રમેય, સંશય, નિર્ણય, છલ જાતિ, નિગ્રહ સ્થાનવાદી તૈયાયિકદર્શનની વ્યાખ્યાઓ ચાલતી હતી. કોઈક જગ્યાએ જીવાજીવાદિક પદાર્થમાં રહેલા દ્રવ્યસ્થિત પર્યાય, નય નિરૂપણ, વિભાગ, નિત્ય, અનિત્ય વગેરે જૈનદર્શનના અનેકાન્તવાદની વ્યાખ્યાઓ ચાલતી હતી. કોઈક જગ્યાએ પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, આકાશ, સંયોગ વિશેષથી ઉત્પન્ન થયેલ ચૈતન્ય વગેરે વિશે વાદ કરનાર લોકાયતિકવાદની વ્યાખ્યાઓ ચાલતી હતી.”
એક બાજુ જેમ શાસ્ત્રચર્ચા કરનાર બુદ્ધિશાળી છાત્રોનું ચિત્ર કવિએ દોર્યું છે તેમ બીજી બાજુ ઠોઠ છાત્રોનું ચિત્ર દોરતાં કવિ લખે છે, “માત્ર ખાવાપીવામાં રસ ધરાવનાર તે છાત્રો કેવા હતા? વાંકા વાળને હાથથી સરખા કર્યા કરનાર, નિષ્ફરપણે પગ ઠોકીને ચાલવાવાળા, પહોળા શરીરવાળા, ભુજાઓની ઉન્નત ટોચવાળા, પારકાંને ત્યાંથી ભોજન મેળવી હૃષ્ટપુષ્ટ માંસપૂર્ણ શરીરવાળા, મોટી
કુવલયમાલા ૨૧
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org