SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રોપદેશ તેમણે ઘણુંખરું પદ્યમાં અને તે પણ સરળ પ્રવાહી ગાથાની પ્રાસાદિક પંક્તિઓમાં આપ્યો છે. આ ઉપદેશ તેમણે રૂપક, ઉપમા કે દૃષ્ટાંત દ્વારા અત્યંત સચોટ અને વાંચનારને તરત ગળે ઊતરી જાય તેવી રીતે રજૂ કર્યો છે. આથી તત્ત્વજ્ઞાનની શુષ્ક વાતો પણ કવિતાની ઉચ્ચકોટિએ પહોંચેલી આ ગ્રંથમાં અનેકવાર આપણને જોવા મળે છે. વિમળમંત્રીને પતંગિયું અને ગરુડનો પ્રસંગ કહી રાજર્ષિ ભગવંત ધર્મનું સ્વરૂપ વિસ્તારથી સમજાવે છે. મણિરથકુમારની કથામાં બાર ભાવનાઓ સમજાવવામાં આવી છે, અને ત્યાર પછી સ્ત્રી, પુરુષ, નપુંસક, આંધળો, બહેરો, અપંગ, જ્ઞાની કે અજ્ઞાની વગેરે ભેદો કયા કર્મફળને કારણે થાય છે તે સમજાવવામાં આવ્યું છે. સંસારચક્રના ચિત્રપટ દ્વારા ચારે ગતિનાં દશ્યો, કર્મોની વિષમતા, પરિગ્રહનું પાપ વગેરે સમજાવીને પ્રત્યેક વ્યવસાયનો આધ્યાત્મિક અર્થ કેવી રીતે ઘટાવવો તે સચોટ રીતે સમજાવ્યું છે. વળી કવિએ તત્કાળે ભારતમાં પ્રવર્તતા જુદા જુદા ધર્મોના સંપ્રદાયમાં કેવી કેવી ત્રુટિઓ રહેલી છે તે સંક્ષેપમાં સમજવા માટે ધર્મવાદીને બોલાવે છે અને તે દરેક ધર્મવાદી પોતાના ધર્મનાં ઉત્તમ તત્ત્વો ગાથાની એક પંક્તિમાં રજૂ કરે છે અને એના વિશે રાજા કે ચિંતન કરે છે તે પણ ગાથાની એક પંક્તિમાં રજૂ કરાયું છે. એ બધાને અંતે યથાર્થ ધર્મની ચકાસણી કરી રાજા જિનધર્મની દીક્ષા અંગીકાર કરે છે. આવા દરેક પ્રસંગે ગ્રંથકારે શાસ્ત્રમીમાંસા કરવાની સારી તક ઝડપી છે. વસ્તુતઃ કર્તાએ પોતે જણાવ્યું છે તે પ્રમાણે કવિતાના ઉદ્દેશથી પ્રેરાઈને નહિ પણ ધર્માનુરાગથી પ્રેરાઈને પોતે આ ધર્મકથાનું સર્જન કર્યું છે અને માટે જ આ કથામાં કોઈ કોઈ સ્થળે એવા પ્રસંગો રજૂ કરવામાં આવ્યા છે અને એવો સચોટ ધર્મોપદેશ અપાયો છે કે તે વાંચીને સુજ્ઞ વાંચનારના ચિત્તમાં તત્કાળ વૈરાગ્યના અંકુર ફૂટે તો નવાઈ નહિ. જીવનપરિવર્તન કરાવવાનો સંભાર અને શક્તિ આ ગ્રંથમાં પડ્યાં છે, એ નિઃસંશય છે. એટલે લેખકે એને ધર્મકથા તરીકે ઓળખાવી છે એ એટલું જ સાચું છે. અલબત્ત, એને ધર્મકથા કહેવાથી શ્રેષ્ઠ કૃતિ તરીકેનું એનું ગૌરવ જરા પણ ઓછું થતું નથી. આ ગ્રંથમાં મુખ્ય કથાના અને તેની અવાંતર કથાઓના પ્રસંગોમાં કવિએ જીવનની ઘણી ભિન્નભિન્ન બાજુઓનું આલેખન કરીને તેમાં પુષ્કળ વૈવિધ્ય આપ્યું છે. એ સર્વનો આસ્વાદ માણતાં કથાકારે જગતનું અને જીવનનું કેટલું સૂક્ષ્મ અવલોકન કર્યું હશે તેની આપણને પ્રતીતિ થાય છે. આ ઉપરાંત, કવિએ ભિન્નભિન્ન શાસ્ત્રો, જાતિઓ, વ્યવહાર, ધર્મ, ભાષાઓ વગેરેનો કેટલો અભ્યાસ કર્યો હશે તેનો પણ વખતોવખત આપણને પરિચય થાય છે. રાશિફળાદેશ, ઘોડાની જાતિઓ, વિવિધ કળાઓ, ધાતુવાદ, ખન્યવાદ, શકુનવિચાર, સામુદ્રિક લક્ષણો, પ્રહેલિકાઓ વગેરે ૨૦ સાહિત્યદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002032
Book TitleSahitya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy