________________
૮. વાંકા, જડ, જાડા, બહુ ભોજન કરનારા તથા કઠણ પુષ્ટ અને મુક્ત
શરીરવાળા, “અપ્યાં ” એવા શબ્દો બોલનારા મરુદેશના (મારવાડના)
વેપારીઓને જોયા. ૯ ઘી અને લવણવાળાં ભોજન કરનાર, પુષ્ટ અંગવાળા, ધર્મપરાયણ,
સંધિવિગ્રહમાં નિપુણ અણઉ રે ભલ્લઉ' એવા શબ્દો બોલનારા ગુર્જર
દેશના વેપારીઓને જોયા. ૧૦. સ્નાન કરનાર, તેલ ચોળનાર, વિલેપન કરનાર, વાળમાં સેંથો પાડનાર,
સુશોભિત ગાત્રોવાળા “અખ્ત કાઉ તુમ્હ’ એવા શબ્દો બોલનાર લાટ
દેશના વેપારીઓને જોયા. ૧૧. સહેજ કાળા, નીચા શરીરવાળા, કોપ કરવાના સ્વભાવવાળા, માનથી
જીવનારા, રૌદ્ર સ્વરૂપના અને “ભાઉય ભઈણી તખ્ત' એવા શબ્દો
બોલનારા માલવદેશના વેપારીઓને જોયા. ૧૨. ઉત્કટ, અભિમાની, પ્રિયાને મોહ પમાડનાર, રૌદ્ર સ્વભાવવાળા, પતંગિયા
જેવી વૃત્તિવાળા “અડિ પાંડી મરે” એવા શબ્દો બોલનાર કર્ણાટક દેશના
વેપારીઓને જોયા. ૧૩. સુતરાઉ વસ્ત્ર પહેરનાર, માંસાહારની રુચિવાળા, મદિરાપાન કરવાવાળા
અને કામવાસનાવાળા “ઈસિ કિસિ મિસિ' એવા શબ્દો બોલનાર તાઈ
(થાઈ કે તામિલ ) દેશના વેપારીઓ જોયા. ૧૪. સર્વ કળામાં નિપુણ, માની, પ્રિયા તરફ કોપ કરવાવાળા, કઠણ શરીરના
અને જલ તલ લે’ એવા શબ્દો બોલનારા કોશલદેશના વેપારીઓને જોયા. ૧૫. મજબૂત, નીચા, શ્યામ શરીરવાળા, સહન કરનાર, અભિમાની અને
તકરાર કરવાના સ્વભાવવાળા “દિષ્ણલ્લે ગદિયલ્લે એવા શબ્દો
બોલનાર મહારાષ્ટ્ર દેશના વેપારીઓને જોયા. ૧૬. મહિલા અને સંગ્રામ વિશે અનુરાગવાળા, સુંદર અવયવવાળા, ભોજનમાં
રૌદ્ર, ‘અટિ પુટિ રટિ એમ બોલનારા આંધદેશના વેપારીઓને જોયા.
આમ વિવિધ દેશના લોકો દેખાવ અને સ્વભાવે કેવા હતા અને તેમના કેટલાક લાક્ષણિક શબ્દોચ્ચારો કેવા હતા તેનું સુંદર વર્ણન કવિએ અહીં કર્યું છે. કવિની સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ અને બહુશ્રુતતાની આમ આ ગ્રંથમાં ઘણે સ્થળે પ્રતીતિ થાય છે.
ચંપૂસ્વરૂપની આ કૃતિમાં અલંકારસમૃદ્ધિ અપાર હોય એ સ્વાભાવિક છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં એ પ્રકારની લખાયેલી કૃતિઓમાં આ કૃતિને અવશ્ય અગ્રસ્થાન સાંપડે છે. અલંકારસમૃદ્ધિની દૃષ્ટિએ આ કૃતિ બાણભટ્ટની “કાદંબરી'ની
કુવલયમાલા ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org