________________
છૂટથી ઉપયોગ કરતી હતી. એને રમાડવો હતો લલિતને. ને નાસી જવું હતું ચન્દ્રવદન સાથે; પણ ચન્દ્રવદન પાસે ટિકિટના પૈસા
નહોતા, એટલે ઊપડી ગઈ વશવંત સાથે ! નલિનકાન્ત
પ્રભુતા : પછી ? પછી ? બિપિનચંદ્ર : પછી ઈન્દોર જઈને લોજમાં બંને રહ્યાં. અને જેવા યશવંતે
અમિતાને પાંચસો રૂપિયા સાચવવા આપ્યા કે તરત યશવંતને સૂતો મૂકીને પોબારા ગણી ગઈ..
ત્યિાં ઘંટડી વાગે છે. બધાં શાંત થઈ જાય છે.] નલિનકાન્ત : ધીમેથી) મોહનલાલ લાગે છે. બિપિનચંદ્ર : એટલા માટે જ આવ્યા હશે. નલિનકાન્ત : કોણ ઉઘાડે છે ? મારે તો એમનું મોં પણ નથી જોવું.
પ્રભુતા : આપણે નથી ઉઘાડવું. થાકીને જશે એમની મેળે. બિપિનચંદ્ર : ઉઘાડવા તો હું જાઉં, પણ મને જોઈને ભાગી જ જશે. એના કરતાં,
જો પ્રભુતા, તું જાણે ઘરમાં એકલી છે એ રીતે જઈને ઉઘાડ. અમે બાજુના રૂમમાં જઈએ છીએ. તારે ઉઘાડીને મોઢે હાથ
ઢાંકીને બેસી જવું, ને એ કૈ બોલવા માંડશે એટલે અમે આવીશું. નલિનકાન્ત : હા, એ આઈડિયા સરસ છે.
[બધા તેમ કરે છે.] મોહનલાલ : પ્રવેશીને પ્રભુતા બેટા! નલિનકાન નથી ? રડે છે શું કામ ?
મને પણ કેટલું દુઃખ થાય છે? જો તારે ખાતર તો યશવંતને કેટલું સમજાવ્યો ! રડ નહિ બેટા. જો, હવે યશવંત પાછો આવે
ત્યિાં નલિનકાન, કંચન અને બિપિનચંદ્ર પ્રવેશ કરે છે.] બિપિનચંદ્ર : કેમ છો મોહનલાલ શેઠ! મોહનલાલ : (સાશય) તમે અહીં ! બિપિનચંદ્ર : હા, પણ તમે અહીં શા માટે? મોહનલાલ : (સમજી જાય છે) ના, ના, હું તો અમસ્તો જ. છોકરાંની જરા
દેખરેખ માટે. પ્રભુતા : મોટા દેખરેખ રાખનાર ન જોયા હોય તો ! તમારો બધો ભંડો
શ્યામ રંગ સમીપે
૪૧
Jain Education International
For Private & Personal Use Only
!
www.jainelibrary.org