________________
ફૂટી ગયો છે. હવે અમારા લેણા રૂપિયા પચાવીને બેઠા છો તે.... નલિનકાન્ત : એ પણ હવે ઓકાવીશું. બિપિનચંદ્ર : ને તે પણ કાયદેસર, નલિનકાન્ત. મારા સૌથી પહેલાં ક્લાયન્ટ
તમે, ને સૌથી પહેલો કેસ તમારો. એમની પાસેના લેણાના એવા પુરાવાની મને માહિતી છે, કે જેનો એ નાશ નથી કરી શક્યા.
મોહનલાલ મૂગા મૂગા ચાલતી જ પકડે છે. બધા હસે છે.] પ્રભુતા : ઠીક સંભળાવી દીધું મોઢ. બિપિનચંદ્ર : હવે જુઓ, ઑફિસનો વહીવટ પણ તમે જ હાથમાં લો. નલિનકાન્ત : હવે તો તમારી સલાહ પ્રમાણે જ બધું કરવું છે. પ્રભુતા : બિપિનચંદ્ર, તમારી બીજી બધી શરતો કબૂલ, પણ તમને ચીડવવા
માટેનું ગીત તો તમારે મને ગાવા દેવું જ પડશે. કંચન : (નલિનકાન્તને) અને હું પણ તમને ચીડવવા માટે એ જ ગીત
ગાઈશ. બિપિનચંદ્રનલિનકાન્તઃ (હસીને) ચીડવજો, જેટલું ચીડવવું હોય તેટલું. પ્રભુતા-કંચન : ચીડવીશું, ચીડવીશું; એક વાર નહિ પણ હજાર વાર.
[બંને ગાય છે: શ્યામ રંગ સમીપે
ન જાવું, મારે આજ થકી...].
૪ર ક સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org