________________
નલિનકાન્ત : હા જરૂર.
પ્રભુતા : જરૂર વળી; અને બિપિનચંદ્ર : ઊભાં રહો હું કંચનને જ બોલાવું; બહાર ઊભી છે.
કિચનને બોલાવી લાવે છે.
પ્રભુતા કચનને વળગી પડે છે.] પ્રભુતા : (ઉમંગથી) અને હું પણ હવે તમને છોડવાની નથી. બિપિનચંદ્ર : પણ તો યશવંતનું શું ? એ પાછો આવે તો ! પ્રભુતા : પાછો આવે જ નહિ. ને આવે તો પણ મારે એનું મોં સુધ્ધાં જોવું
નથી. મારે તો બસ, હવે તમે જ “ગિરિધર ગોપાલ !” બિપિનચંદ્ર : (હસતાં) તો જેવી તમારી – તારી મરજી. પ્રભુતા : (ઉમંગથી તો ઊભા રહો. તમારા મોંમાં સાકર !
[દોડતી જાય છે.] નલિનકાન : તમે, બિપિનચંદ્ર, ખરે જ અમારા સ્વજનનું કામ કર્યું છે. તમારી
વાત સાચી હતી. અમિતાના રૂપમાં ચળીને કંચનને મેં છેહ દીધો હતો.
એવામાં પ્રભુતા ખાંડનો મૂઠે ભરી
લાવે છે અને બધાંને આપે છે.] બિપિનચંદ્ર : અરે આ તો કેવી સાકર !
પ્રભુતા : (હસીને) સાકરને બદલે ખાંડ. ગળ્યું મોટું કરી ને, એટલે બસ. નલિનકાન્ત : યશવંત પાછો આવવાનો છે એવું ગમું કોણે ઉડાવ્યું? બિપિનચંદ્ર : ગપ્યું નથી, સાચું છે. મોહનલાલ શેઠે તમને વાત કરી લાગતી
નથી. નલિનકાન્ત : ના. બિપિનચંદ્ર : તો સાંજનું છાપું છે ? પ્રભુતા : વાત છાપે ચડી છે ? એટલું બધું શું છે ? ઊભા રહો, હું બાજુમાંથી
લઈ આવું. બિપિનચંદ્ર : વાત સાંભળીને પછી જા. જુઓ અમિતાના રૂપ પાછળ એક નહિ
પણ ત્રણ જણ પડ્યા હતાલલિત, ચન્દ્રવદન ને યશવંત. અને અમિતા પોતાના રૂપના બદલામાં લલિતની મોટર, ચન્દ્રવદનની દુકાનના જ્યોર્જેટ તથા બનારસી શેલાં અને યશવંતના પૈસાનો
સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org