________________
યશવંત : પણ કાકા મારે...
મોહનલાલ : છાનોમાનો બેસ, ડાહ્યલા !
પહેલો માણસ : યશવંતભાઈ, એમ બાવરા શું બની જાઓ છો ?
મોહનલાલ : મહારાજ, હવે સારી તિથિ જોઈ લાલચંદ શેઠને ચાંલ્લાનું કહેવડાવજો.
ગોર મહારાજ : જેવી શેઠસાહેબની મરજી
નિલિનકાન્ત ગભરામણ થવાથી પડી જાય છે.]
એક માણસ : અરે ! આ નલિનકાન્તને શું થયું, જુઓ તો -
[બધાં તેની આસપાસ ટોળે વળે છે. લાલચંદ શેઠ ગભરાવા લાગે છે. મોહનલાલ ઃ (લાલચંદને) હિંમત રાખો શેઠજી, કશું નથી. સહેજ ગભરામણ થઈ લાગે છે. બાજુ ખસો જરા, ને પવન આવવા દો. યશવંત, જા, ડૉક્ટરને બોલાવી લાવ જલદી.
માણેકલાલ : અમિતા, તું શું કામ રડે છે ? રડ નહિ દીકરી, જો એમને હમણાં
સારું થશે.
ગોર મહારાજ ઃ સાન્તમ્ પાપમ્, સાન્તમ્ પાપમ્ !
[પડદો]
પ્રવેશ ત્રીજો
[સ્થળ ઃ એ જ. સમય : બીજા પ્રવેશ પછી વરસેક પછીની સાંજ. પ્રભુતા બેઠી બેઠી પુસ્તક વાંચતી હોય છે, એટલામાં નલિનકાન્ત ગમગીન ચહેરે પ્રવેશે છે; અને કોટ, ટાઇ, બૂટ ઉતારતાં –]
નલિનકાન્ત : કહે ન કહે પ્રભુતા, પણ આ મોહનલાલનો આપણા ઉપરનો ભાવ દિવસે દિવસે ઓછો જ થતો જાય છે.
પ્રભુતા : કેમ ભાઈ ?
નલિનકાન્ત : મોઢું હસતું રાખી ડાહીડાહી વાતો કરે છે એટલું જ. બાકી મનમાં તો આપણી જડ કાઢવાના જ પેંતરા રચે છે.
પ્રભુતા : ના ના, ભાઈ; એમ ના હોય.
:
નલિનકાન્ત : એવું હોત તો આવા રંગ ન હોત. બાપુજી ગુજરી ગયાને વીસ દિવસેય હજુ નથી થયા ત્યાં તો ધંધામાં ખોટની વાતો કરવા માંડી છે ને ભાગીદારી કાઢી નાખવાની વાત વહેતી મૂકી છે. આવતે મહિનેથી તો કદાચ મારે બાંધેલો પગાર જ ઉપાડવાનો રહેશે.
૪૩૪ : સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org