________________
પ્રભુતા : ના હોય ! માન્યામાં નથી આવતું. નલિનકાન્ત : મોઢે આટલી બધી મીઠાશ રાખે પછી ક્યાંથી આવે ? એમ તો
રોજ કરતાં આજે મને બહુ જ સારી રીતે બોલાવ્યો હતો ને કંઈ મુશ્કેલી હોય તો કહેવાનું કહ્યું હતું. વળી આજે તો અત્યારે સીધા
ઓફિસેથી આપણા ઘેર આવશે એમ પણ કહ્યું છે. પ્રભુતા : અત્યારે આવવાના છે? નલિનકાન્ત : હા; કહ્યું કે મારે તમારી સાથે થોડી અંગત વાત કરવાની છે.
પ્રભુતા : શી અંગત વાત હશે? નલિનકાન્ત : કોણ જાણે ! મને તો એમના પર એવો ગુસ્સો ચડે છે ! આવવું
હોય તો આવે ને જે કહેવું હોય તે કહીને ચાલતા થઈ જાય. હું તો એક અક્ષરે બોલવાનો નથી. માણસ તદ્દન સ્વાર્થી અને
ખટપટી છે. પ્રભુતા : એમ ઉતાવળે અભિપ્રાય શું કામ બાંધી દેવો જોઈએ ? નલિનકાન્ત : હજી તારા માન્યામાં નથી આવતું ? કાલે જ મેં નહોતું કહ્યું કે
લોકો કેવી વાતો કરે છે તે? અને આપણા પર કેવા નનામા કાગળ આવે છે ! લોકો તો કહે છે કે યશવંતને ઈન્દોર નાસી જવાના પૈસા ખુદ મોહનલાલ શેઠે પોતાના ખિસ્સામાંથી કાઢીને આપ્યા હતા. અને આજે હવે ખબર પડે કે મોહનલાલે બાપુજી
આગળ ચોખ્ખી શરત મૂકી હતી! પ્રભુતા : કે? નલિનકાન્ત : કે લેણાની માંડવાળ કરો તો જ યશવંતને લગ્ન કરવા હું
ભારપૂર્વક સમજાવું. પ્રભુતા : શી વાત કરો છો, ભાઈ? તમને આ બધું કહ્યું કોણે? નલિનકાન્ત : ઓફિસના માણસે; તેથી જ બાપુજીની તબિયત છેલ્લે છેલ્લે લથડી
ગઈ ને? પ્રભુતા : એમ? પ્રભુતા : નહિ ત્યારે ? ઓફિસના બધા ચોપડા અને ફાઇલો તાળાકૂચીમાં
રાખે છે અને મને તો અડવા પણ નથી દેતા. પ્રભુતા : એ તો તમે કહ્યું હતું. નલિનકાન્ત : હા, પણ એનું કારણ ખબર છે? જે દિવસે બાપુજી ગુજરી ગયા
તે દિવસે મોહનલાલ સ્મશાનમાં કેટલું બધું રડ્યા હતા ? અને પછી આપણે ત્યાં આવીને પણ કેટલું બધું રડ્યા હતા?
શ્યામ રંગ સમીપે ૪૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org