________________
લાલચંદ : હા હા, પૂરો થયો ! જાવ, હજાર વાર પૂરો થયો. ટળો હવે. તમને
એમ કે મારી પ્રભુતાને બીજો મુરતિયો નહિ મળે. તો તો ખાંડ ખાઓ છો; પણ યાદ રાખજો કે ન્યાયતમાંથી બીજી કન્યા તમને મળવા દઉં તો...
બિપિનચંદ્ર તરત નીકળી જાય છે. પ્રભુતા રડતીરડતી તેની પાછળ જાય છે તેને લાલચંદ શેઠ રોકે છે, એટલે તે એક ખૂણામાં
બેસી રહે છે. બીજા મહેમાનો ધીમેધીમે બેસવા લાગે છે.] લાલચંદ : પરસેવો લૂછી પવન ખાતાં ખાતાં) બાપની આબરૂ બગાડવા બેઠો
છે, આબરૂ! માણેકલાલ : બહુ ભણ્યો એટલે છકી ગયો ! મોહનલાલ : મૂકો હવે એ પંચાત ! (શાંતિ પ્રસરે છે. કેટલાક નાસ્તો ચાલુ કરે
છે. મોહનલાલ ઊભા થાય છે.) હવે જુઓ જાણે, શેઠિયાઓ, આ બિપિનચંદ્ર તો સગાઈ તોડી, પણ આપણે લાલચંદ શેઠની આબરૂ
જરાયે બગડવા નથી દેવાની. ત્રણ-ચાર માણસો : હા.... હા. મોહનલાલ : ગોર મહારાજ અહીં છે અને મહાજન પણ અહીં છે, એટલે તમારા
બધાની વચ્ચે જાહેર કરું છું કે મારા દીકરા યશવંતનું સગપણ
પ્રભુતા જોડે કરવાની હું હા પાડું છું. ગોર મહારાજ : જીવતા રહો શેઠિયાવ! પ્રભુતા : (સફાળી ઊભી થઈ ના બાપુજી, એ કદી નહિ બને ! હું એમને
સમજાવી લઈશ. લાલચંદ : તું બેસ હવે; એ સમજે જ નહિ ને ! જોયું નહિ, કેવો ભવાડો કરતો ગયો?
પ્રભુતા રડતીરડતી બીજા ખંડમાં
ચાલી જાય છે. યશવંત પ્રવેશે છે.] એક જુવાન : યશવંત, અભિનંદન!
યશવંત : શાના? પહેલો માણસ : શાના શું? ખવડાવો પેંડા ! આ તમારી સગાઈનું નક્કી કર્યું ને. યશવંત : (સમજ્યા વગર, ગભરાઈને) હું કાકા? (વધારે અસ્વસ્થ થઈને)
પણ મને પૂછ્યા વગર ? મારે.. મોહનલાલ : ઘાંટો પાડી) બેસબેસ હવે !
શ્યામ રંગ સમીપે ન ૪૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org