________________
ગોર મહારાજ : અરે આમ કેમ કરો છો સાહેબ ? (લાલચંદને) અરે શેઠજી, સાહેબ તો ગોળ-ધાણા લેવાની પણ ના પાડે છે.
મોહનલાલ : રહેવા દો મહારાજ; એમને નહિ ભાવતા હોય. નોક૨ : (બિપિનચંદ્ર નાસ્તો લેવાની ના પાડતાં) આ તો નાસ્તો લેવાની પણ ના પાડે છે.
મોહનલાલ લાલચંદને ઇશારો કરે છે.]
લાલચંદ : ઊંચા સાદે) કેમ, પણ કંઈ કારણ ?
બિપિનચંદ્ર : કારણ મારો વિરોધ.
લાલચંદ : (એકદમ ઉગ્ર થઈ) શેનો વિરોધ ? પ્રસંગે રિસાતાં જરા શરમાવ, શરમાવ હવે.
બિપિનચંદ્ર : (શાંતિથી) કંચન સાથે સગાઈ તોડી એ સામે મારો વિરોધ છે, અને એ વિરોધ બતાવવા જ અત્યારે અહીં આવ્યો છું. માણેકલાલ : (વચ્ચે) એમાં તમને શું ? બિપિનચંદ્ર : મને આ સગાઈ મંજૂર નથી. માણેકલાલ : (ઉગ્ર થઈ) તો ચાલતા થાવ.
પહેલો માણસ : મંજૂર ના હોય તો આવ્યા છો શું કામ ?
બિપિનચંદ્ર : કેંચન સાથેની સગાઈ તોડીને લાલચંદ શેઠે જે મોટો અન્યાય કર્યો છે તેની છડેચોક જાહેરાત કરવા.
લાલચંદ : (ઉગ્રતાથી) અન્યાય શેનો ? દંડના પૈસા ભરી દીધા છે રોકડ. જરા વિચાર કરીને પછી બોલો બિપિનચંદ્ર !
પ્રભુતા : (વીનવતી) બાપુજી, તમે ગુસ્સે ના થાવ ને; તમને ડૉક્ટરે... લાલચંદ : બેસ તું વચ્ચે ડાહી થયા વગર.
પ્રભુતા : (બિપિનચંદ્રને) તમે પણ શું કામ બોલો છો ? મારા સમ જો કંઈ... બિપિચંદ્ર : (ઊભા થીને) આ બધું ખોટું થાય છે, લાલચંદ શેઠ. પૈસાને જોરે એક ગરીબ છોકરીનો ભવ બગાડ્યો છે તમે.
Jain Education International
[લાલચંદ શેઠ ઊભા થઈ જાય છે. એની સાથે બીજા પાંચ-છ માણસો ઊભા થઈ જાય છે.]
લાલચંદ : (અતિશય ઉગ્ર થઈને) તેમાં તમારા બાપનું શું ગયું ? બેસી જાઓ, છાનામાના, ડહાપણ કર્યા વગર...
ગોર મહારાજ : સાન્તમ્ પાપમ્.
[એક-બે માણસ બિપિનચંદ્રને સમજાવવાનો પ્રયત્ન કરે છે, એક-બે લાલચંદ શેઠને.]
શ્યામ રંગ સમીપે ૪૩૧
For Private & Personal Use Only
www.jainelibrary.org