________________
શું ઊભી છે? રેડી... અમિતા, હસતી કેમ નથી ? લાલચંદ : હવે પાડી લોને જેવો પડે તેવો. પ્રભુતા : હિં, બસ... રેડી....
ચાંપ દબાવે છે.J. યશવંત પ્રભુતાના હાથમાંથી કેમેરો લઈ) લાવો, એકબે ફેય બધાના મને
પાડવા દો. પ્રભુતા પણ નંબર તો ફેરવવા દો. યશવંત : એ તો હું ફેરવી લઈશ.
યશવંત ચપચપ ફોટો પાડે છે. ગોર : ગોળધાણા આવી ગયા બધાંને ? લાલચંદ : પ્રભુતા, જાઓ હવે; ચા-નાસ્તો લાવવા માંડો. મોહનલાલ તું પણ જા, યશવંત.
પ્રિભુતા, યશવંત વગેરે નાસ્તાની રકાબીઓ લાવે છે.
કેટલાક ખાવાનું ચાલુ કરે છે, બિપિનચંદ્ર પ્રવેશે છે.) લાલચંદ : આવો બિપિનચંદ્ર, આવો, આ બાજુ. બિપિનચંદ્ર : ના, અહીં જ ઠીક છે.
બેસે છે.] પહેલો માણસ : (કટાક્ષમાં) ઠીક થઈમસર આવી પહોંચ્યા ! લાલચંદ : એલા, નાસ્તો લાવો બિપિનચંદ્ર માટે. ને મહારાજ, ગોળધાણા
આપો એમને. મોહનલાલ : કેમ આવતાં વાર લાગી? બિપિનચંદ્ર : હું તો નહોતો જ આવવાનો; પણ પછી થયું કે મારે જવું તો
ખરું જ. મોહનલાલ : આવવું તો જોઈએ ને વળી !
ગોર : (બિપિનચંદ્રને કંકુનો ચાંલ્લો કરવા જતાં) મોં ઊંચું કરો સાહેબ ! બિપિનચંદ્ર : મારે નથી કરવો ચાંલ્લો. ગોર મહારાજ : અરે, એ શું બોલ્યા સાહેબ ? શુકનમાં ના પડાય નહિ.
મોહનલાલ : રહેવા દો મહારાજ, એમને નહિ ગમતો હોય. ગોર મહારાજ : સારું, ગોળ-ધાણા તો લ્યો.
બિપિનચંદ્ર : એ પણ મારે નથી ખાવા
૪જી સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org