________________
ગોર મહારાજ ઃ કેટલા, નવ વાગી ગયા ?
બે-ત્રણ માણસો : હા હા, નવ વાગી ગયા. શરૂ કરો મહારાજ.
(ગોર મહારાજ કંકુ અને ચોખાની થાળી લઈ ૐ ‘સ્વસ્તિ’ ૐૐ સ્વસ્તિ’ બોલતાં સૌને ચાંલ્લા કરે છે.)
માણેકલાલ : (થોડી વારે) શું બિપિનચંદ્રની રાહ જોવી છે ? લાલચંદ : થોડી જોઈએ તો સારું.
પહેલો માણસ : ચાલુ કરી દો ને, એ તો આવી પહોંચશે.
બીજો માણસ ઃ (હસતાં) બરાબર નાસ્તા વખતે ! (કેટલાક હસે છે.) માણેકલાલ ઃ તો ચાલુ કરી દઈએ શેઠ ?
:
મોહનલાલ : (લાલચંદ શેઠના કાનમાં વાત કરીને) હા હા, કરી દો શરૂ. માણેકલાલ : મહારાજ, ત્યારે કરો ચાલુ.
ગોર મહારાજ : (વચ્ચેથી બહાર આવતાં ઊંચે સાદે બોલવાનું શરૂ કરે છે) ભરતક્ષેત્રે, ગુર્જરદેશે, અમદાવાદ શહેરે, વણિક જ્ઞાતિસુ, (એક જણને) જરા આઘા ખસો મહેરબાન, વણિક જ્ઞાતિસુ, શ્રીમાન શેઠ શ્રી. પૂજાલાલ, તસ્ય પુત્ર રતિલાલ, તસ્ય પુત્ર પેલી થાળીમાંથી ચોખા આપજો જરા તસ્ય પુત્ર માણેકલાલ, તસ્ય પુત્રી-બહેનનું નામ શું ? લલિતા ? શું અમિતા ? હાં – તસ્ય પુત્રી અમિતા, તસ્યાઃ ભરતક્ષેત્રે, સૌરાષ્ટ્ર દેશે, વઢવાણ શહેરે, વણિક ગાતિસુ, શ્રીમાન શેઠ શ્રી સૌભાગ્યચંદ, તસ્ય પુત્ર – બહેન જરા ગોળધાણા આપજો તસ્ય પુત્ર ઉમેદચંદ, તસ્ય પુત્ર તસ્ય પુત્ર શેઠ શ્રી લાલચંદ, તસ્ય પુત્ર શું ભાઈનું નામ ? નલિનકાન્ત ? હાં, નલિનકાન્ત, તસ્ય સહ વાગ્નાન વિધિ ક્રિયતે. તસ્ય... વાગ્માન... વિધિ... ક્રિયતે ! બોલો શેઠિયાઓ, મંજૂર છે ?
[લાલચંદ અને માણેકલાલ ડોકું ધુણાવી હા કહે છે. ગોર નલિનકાન્તને કપાળે ચાંલ્લો કરે છે. પછી અમિતા નલિનકાન્તને ચાંલ્લો કરી હાર પહેરાવે છે. પ્રભુતા ફોટો પાડવાની તૈયારી કરે છે.]
Jain Education International
-
પ્રભુતા : અમિતા, ફોટો પાડું એટલી વાર ઊભી રહેજે. (અમિતા પાછી વળવા જાય છે તેને) અરે નાસે છે ક્યાં ? ફોટો તો પાડવા દે... મહારાજ તમે ત્યાંથી ખસી જાવ... ને ભાઈ, મોં જરા ઊંચું કરો, ને આ બાજુ જુઓ. અમિતા હસ ને ! આમ ગંભીર મોં રાખીને
શ્યામ રંગ સમીપે ૪૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org