________________
(નલિન, પ્રભુતા, યશવંત પ્રવેશે છે) જો નલિન, હવે આઘોપાછો થયા વિના સીધો બેસી જા ગાદી પર. અને પ્રભુતા, બહુ ફોટા
પાડપાડ નથી કરવાના. પ્રભુતા : પણ બાપુજી, તમે શું કામ ચિડાઈને બોલબોલ કરો છો ? મોહનલાલ : હશે બહેન. શેઠ સાહેબ ! તમે પણ શાંતિ રાખો ને.હા પછી
એ લોકોએ અમિતાને સાથે લાવવાનું માન્યું છે ને ? લાલચંદ ન માને તો જાય ક્યાં? પહેલાં તો જાણે કહ્યું કે કન્યા મુરતિયાને
ચાંલ્લો કરે અને ફૂલહાર પહેરાવે એવો નવો રિવાજ અમને પસંદ નથી. પછી બહુ કહ્યું ત્યારે કહે કે અમને વાંધો નથી, પણ છોકરી
ના પાડે છે. મોહનલાલ : પછી ? લાલચંદ : પછી અમે તો મોઢું કટાણું કરી ઊઠવા માંડ્યું ત્યારે કહે “સારું
આવશે”. પ્રભુતા, જા જો તો બારીએથી, બધા આવી પહોંચ્યા ? પ્રભુતા (આવીને) હા, બાપુજી. (ફરી પાછી ત્યાં જાય છે. નલિનકાન્ત,
યશવંત, લાલચંદ, મોહનલાલ સ્વસ્થ થાય છે.)
[સાત-આઠ માણસો પ્રવેશે ને ચંપલ-બૂટ કાઢી જાજમ પર બેસતા જાય છે. પાછળ અમિતા અને ત્રણ-ચાર નાની મોટી છોકરીઓ પ્રવેશે છે. તેમની સાથે પ્રભુતા પણ આવે છે. છેલ્લે “સ્વસ્તિ'
સ્વસ્તિ' બોલતા ગોર મહારાજ પ્રવેશે છે. લાલચંદ અને મોહનલાલ ઊભા થઈ સૌને આવકાર આપે છે. થોડી વાર શાંતિ
પ્રસરે છે.] પહેલો માણસ : (મોહનલાલ તરફ સહેજ હાથ કરી) આ ?... એમને ના ઓળખ્યા.
લાલચંદ : આ..? આ મોહનલાલ શેઠ. મારા ભાગીઘર. પહેલો માણસ : (માથું નમાવી) ઠીક. બીજો માણસ : યશવંત સામે આગંળી કરી, આ બેઠા છે એ કોના ચિરંજીવી ?
મોહનલાલ : મારો દીકરો છે. ત્રીજો માણસ : શું નામ ?
મોહનલાલ : યશવંત ચોથો માણસ : કેમ બિપિનચંદ્ર દેખાતા નથી ?
લાલચંદ : હવે આવવા જોઈએ. માણેકલાલ : ત્યાં સુધી, ગોરમહારાજ, બધાને કંકુના ચાંલ્લા તો કરો.
૪૨૮ ક સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org