________________
આવી જાજમ પાથરી જાય છે. લાલચંદ અને મોહનલાલ
ગાદી પર એક બાજુ બેસી જાય છે.]. મોહનલાલ. : (બીડી સળગાવતાં) કેમ, બિપિનચંદ્ર હજુ નથી આવ્યા?
લાલચંદ : કહેવડાવ્યું છે એટલે આવ્યા વિના તો નહિ રહે, પણ. મોહનલાલ : કેમ, કંઈ વાંધો પાડીને બેઠા છે?
લાલચંદ : બીજું શું ત્યારે વળી ? મોહનલાલ શેઠ સાહેબ, આ બધું તમે સહન કરો. બીજું કોઈ હોય તો મૂકે
પડતો ! જમાઈ થયો એટલે શું થઈ ગયું ? લાલચંદ : હું યે સહન ના કરું; પણ આ છોકરીના હિસાબેસ્તો. એક તો
એની મા નથી. અને તેમાં વળી હું આડુંઅવળું બોલી બેસું, તો
અંતે તો એને જ બીચારીને દુઃખી થવાનું ને ! મોહનલાલ : નહિ તો વળી બહુ મોટું સુખ આપી દેવાના હતા ! લાલચંદ : ના, ના; આમ તો બિપિનચંદ્ર હોશિયાર અને સમજદાર છે, પણ
આ એક પૂંછડું પકડ્યું છે તે કોણ જાણે છોડતા જ નથી. મોહનલાલ : એ તો તમે જેમ વધારે નમતું મૂકતા જશો તેમ વધારે થે ચડી
બેસશે. મારું કહ્યું માનો તો એક વખત સાવ લટકતા જ મૂકી
દો ને, એટલે આવશે એની મેળે ઠેકાણે. પ્રભુતા. : (ઝડપથી પ્રવેશી) બાપુજી, બધા આવતા લાગે છે. લાલચંદ : તો બોલાવ નલિનને, શું કરે છે ત્યાં બેઠો બેઠો ?
પ્રભુતા જાય છે.. મોહનલાલ : જુઓ શેઠ સાહેબ, બીજા બધા આવે તે પહેલાં મુદ્દાની વાત કરી
લઉં. આ બિપિનચંદ્ર આવે ને કંઈ ધમાલ કરે, ન બોલવાનું બોલી બેસે, તો આજે સહન કરી ના લેતા, સમજ્યા! જમાઈ ઊઠીને બધાંની વચ્ચે સસરાનું નાક કાપી જાય એ મારાથી દેવું નહિ ખમાય. તમારાથી ના બોલાય એમ હોય તો મને રજા આપો;
હું જ એને – લાલચંદ : જાવ, તમને જ બધી છૂટ આપી. મારી જીભ એકદમ કદાચ ન
ઊપડે. મોહનલાલ : પણ હું પારકો માણસ કહું ને તમે કહો એમાં ફેર પડે. માટે બોલજો
તો તમે જ. જરૂર પડ્યે હું ટેકો આપીશ. લાલચંદ : તમારી હિંમતના જોરે તો આ સગાઈ તોડી, નહિ તો વળી.
શ્યામ રંગ સમીપે ક ૪૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org