________________
હોય છે? લગ્ન થાય ત્યારે જ સાચાં. જુઓ ને નલિનકાન્ત, તમે
પણ સગાઈ તોડી ને ? પ્રભુતા : (બચાવ કરતાં તેમાં ખોટું શું કર્યું છે ? ન ગમતું હોય તો
ચોરીમાંથી પણ ઊભા થઈ જવું પડે. યશવંત : હું એ જ કહું છું ને કે, સગાઈની કશી જ કિમત નથી. ભલેને
સગાઈ થાય, છોકરો ને છોકરી સાથે હરેફરે, નાટક સિનેમા જુએ
ને છતાં ન ફાવે તો બેમાંથી એક બીજે પરણી યે બેસે ! પ્રભુતા : એમ પછીથી બેવફા થવા કરતાં હિંમત કરી બીજે પરણી જવું
વધારે સારું. લાલચંદ : પ્રવેશીને ચિડાઈને) આ ભણેલાંનું દુઃખ જ આ; કામ થોડું ને વાત
ઝાઝી. પ્રભુતા : બાપુજી, આજ સારા દિવસે તમે ચિડાવ ના. ડૉક્ટરે તમને શી
સલાહ આપી છે ? લાલચંદ : પણ તમે કરો એવું તે ? આ કેમેરા લઈને બેસીગયાં ગપ્પાં મારવા;
અને નોકરને મોકલ્યો ફિલ્મ લેવા. પણ એમ ખબર છે કે ઘરમાં કેટલું કામ પડ્યું છે ? નાસ્તાની ડિશો કોણ ભરવાનું હતું ? કંકુચોખા ને ગોળધાણા તૈયાર કર્યા? હજુ તો આ બધું ખસેડી જાજમ પાથરવાની બાકી છે. એલા યશવંત. તું જાજમ લેતો
આવ્યો છે, કે ખાલી હાથે ? યશવંત : ઓહો ! સોરી. મારા કાકાએ કહેલું ખરું, પણ મને યાદ ન રહ્યું. લાલચંદ : બસ સોરી ને સોરાં. પછી કહેશે કે ગુસ્સે થાય છે. આજના
જવાનિયાને કામ કરવામાં જ નાનમ. યશવંત : નાનમ નથી કાકા, આ લઈ આવું. લાલચંદ : હવે રહેવા દે; મોકલશું નોકરને. મોહનલાલ : પ્રવેશીને ક્યાં મોકલવો છે ? લાલચંદ : આ જાજમ માટે સ્તો. ટાઇમ થવા આવ્યો અને અહીં હજુ કશાં
ઠેકાણાં નથી. મોહનલાલ : કશો વાંધો નહિ જુઓ જાજમ હું સાથે જ લેતો આવ્યો છું. લાવો,
હવે શું શું બાકી છે ? યશવંત, નલિન, તમે આ ખુરશીઓ અંદર લઈ જાઓ. પ્રભુતા, તું ગોળ ધાણાની તૈયારી કર.
યશવંત, નલિન, પ્રભુતા જાય છે. મોહનલાલનો નોકર
૪૨૬ ર સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org