________________
યશવંત : લાવો પ્રભુતા, એક ફોટો મનેય પાડવા દો. (કૅમેરા લે છે અને નલિનકાન્તને ઊભા રહેવાનું સૂચવે છે. નલિનકાન્ત અને પ્રભુતા હસે છે તે જોઈ) કેમ, હસો છો કેમ ?
નલિનકાન્ત : કેમ, તે કૅમેરામાં ફિલ્મ નથી.
યશવંત
: ફિલ્મ નથી ? ત્યારે...?
નલિનકાન્ત : એ તો જરા પોઝની પ્રેક્ટિસ કરતી હતી. ફિલ્મ લેવા મોકલ્યો છે નોકરને.
લાલચંદ : ખમીસ ૫૨ કોટ પહેરતાં પહેરતાં, એક ખંડમાંથી પ્રવેશી બીજા ખંડમાં જતાં જતાં, ખૂબ કામમાં હોય તેમ) મારી કાશ્મીરી ટોપી કાઢી છે ને પ્રભુતા ?
પ્રભુતા : હા, બાપુજી !
લાલચંદ : (નલિનકાન્તને) ને તેં પછી બિપિનચંદ્રને કહેવડાવી દીધું છે ને ? નલિનકાન્ત : હું જાતે જ જઈ આવ્યો.
લાલચંદ : કંઈ બોલ્યા હતા ?
નલિનકાન્ત : ના; પણ એમને બહુ ગમ્યું હોય એમ લાગ્યું નહિ. લાલચંદ : આવવાની તો હા પાડી છે ને ?
નલિનકાન્ત : હા.
લાલચંદ : બસ, ત્યારે.
[બીજા ખંડમાં જાય છે.]
યશવંત : (કુતૂહલપૂર્વક) કેમ બિપિનચંદ્ર આવવાની ના પાડતા હતા ? નલિનકાન્ત ઃ સગાઈ તોડી એ એમને ગમ્યું નથી.
યશવંત ઃ સગાઈ ને લગ્નનાં કામ જ એવાં. કોઈક ને કોઈક વિઘ્ન આવ્યા જ કરે.
પ્રભુતા : (હસતાં) માટે જ તમે સગાઈ કરતાં ગભરાઓ છો, ખરું ને ? યશવંત : હું તો માનું છું કે ચૂપચાપ લગ્ન કરીને પછી જ જાહેર કરવું, એટલે કોઈ વિઘ્ન નાખવા આવે જ નહિ.
પ્રભુતા : એવી રીતે લગ્ન કરવાની વાત તો કરો છો, પણ તમારા કાકાને જરા પૂછી જોજો.
નલિનકાન્ત : તો તો હાડકાં જ ખોખરાં થાય !
યશવંત : અને હવે તો સંમતિથી સગાઈ થઈ ગયા પછી પણ કયાં સલામતી
શ્યામ રંગ સમીપે ૪૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org