________________
બિપિનચંદ્ર : સગાઈ તોડીને આપ એક ગંભીર અન્યાય કરશો, શેઠ સાહેબ ! લાલચંદ : આ બધા નાતજાતના વહેવારમાં તમે હજુ ના સમજો. ચાલો લ્યો.
હાથપગ ધોઈ લ્યો. બૂમ મારે છે) નલિન ! (નલિન પ્રવેશ કરે છે) બિપિનચંદ્રને હાથપગ ધોવા લઈ જા. મોહનલાલને) ચાલો લ્યો મોહનલાલ.
મોહનલાલ ને લાલચંદ રસોડા તરફ જાય છે.) બિપિનચંદ્ર : (વ્યંગથી) હાથપગ ધોવાનો ઇજારો ફક્ત મહેમાનોનો જ હોય
છે, નહિ ? (નલિન હસે છે, જુઓ નલિનકાન્ત, મેં શું કહ્યું છે તે યાદ છે ને? તમે સગાઈ તોડશો તે દિવસથી આપણએ નહિ બને. આપણા જેવા જુવાન માણસો સમાજને દાખલો નહિ આપે તો કોણ આપશે ?
(બંને જાય છે.)
પડદો
પ્રવેશ બીજો સ્થિળ : એ જ. સમયઃ એક વર્ષ પછીની સવાર. દીવાનખાનાનું થોડું રાચરચીલું ખસેડી વચ્ચે એક ગાદી પાથરી છે. તેના પર તકિયે અઢેલીને નલિનકાન્ત બેઠેલો છે. સુંદર વસ્ત્રોમાં સજ્જ થયેલી પ્રભુતા હાથમાં કેમેરા લઈ નલિનકાન્ત સામે રાખી આઘીપાછી થાય
છે અને પછી એક જગ્યાએ સ્થિર થાય છે.] પ્રભુતા : (હાથમાંના કેમેરામાં જોઈ નલિનકાન્તને) જરાક આ બાજુ ફરો;
બસ... રેડી! યશવંત : પ્રવેશીને) ઓહો પ્રભુતા, ફોટો પાડો છો ? પાડો. પાડો. આજે
તો તમારે ભાઈની સગાઈના આનંદનો દિવસ છે. પ્રભુતા : હાસ્તો. નલિનકાન્ત : કેમ યશવંત !
યશવંત : હું જરા વહેલો આવ્યો, કંઈ કામકાજ હોય તો.... નલિનકાન્ત : કામકાજ તો બીજું શું ?
પ્રભુતા : (હસતાં) આ ફોટો પાડવાનું !
૪૨૪
સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org