SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ લાલચંદ : એ તો થવાશે; પણ હવે લગ્નનું શું? આ વૈશાખમાં કહો તો - વૈશાખમાં, ને નહિ તો પછી આવતા માગશરમાં. બિપિનચંદ્ર : મારા બાપુજીને પૂછવું જોઈએ. લાલચંદ : એમાં એમને શું પૂછવાનું ? તમે જે નક્કી કરો તેમાં એ કંઈ થોડા ના પાડવાના હતા ? તમારો પોતાનો શો વિચાર છે ? બિપિનચંદ્ર : હજુ બે-ત્રણ વર્ષ સુધી નહિ. હું સોલિસિટર થઈ જાઉં પછી. લાલચંદ : એ તો બહુ લાંબી વાત થઈ. અમારે પણ અમારો વિચાર કરવાનો ને ? તમે જાણો છો કે હવે મારી તબિયત સારી રહેતી નથી. બિપિનચંદ્ર : હં.. લાલચંદ : અને નલિનની બા પણ નથી. એટલે મારો વિચાર તો બંને ટાણાં સાથે જ ઉકેલી નાખવાનો છે. એવામાં મોહનલાલ એક હાથમાં કાગળ અને બીજા હાથમાં ચરમાં રાખી કાગળમાં જોતાં જોતાં પ્રવેશે છે.) બિપિનચંદ્ર : પણ આપ તો હજુ નલિનકાન્તની ફરી સગાઈ કરવાનો વિચાર કરો છો ! લાલચંદ : (આનંદમાં આવી વાત કરી તમને ? બિપિનચંદ્ર હ; પણ એ બહુ ખોટું કરો છો. લાલચંદ : એમાં ખોટું શું? બિપિનચંદ્ર : કંચન સાથે સગાઈ તોડો છો તે. એક બિચારી ગરીબ નિરાધાર છોકરીની જિંદગી વિનાકારણ ધૂળમાં મળી જશે. લાલચંદ : એમાં ના સમજો તમે. બિપિનચંદ્ર : પણ આટલાં વરસે તમે સગાઈ તોડો. મોહનલાલ : બીજા કયાં નથી તોડતા ? બિપિનચંદ્ર : પણ તે આ રીતે ? આટલાં વરસ એ અહીં આવતી-જતી રહી, નલિનકાન્ત એની સાથે હયફર્યા, અને હવે, અત્યારે એના બાપ જીવતા નથી એ દશામાં મોહનલાલ : એક રીતે તમારું પૉઇન્ટ સાચું છે બિપિનચંદ્ર, પણ.... લાલચંદ : શું ધૂળ સાચું? ભણેલા માણસને ટેકો દેવામાં બહુ જોખમ હોય છે, મોહનલાલ ! મોહનલાલ : તમારી વાતેય સાચી છે, શેઠ સાહેબ. પણ હું એમ કહેતો હતો, કે સમાસમામાં પણ ફેર હોયને? શ્યામ રંગ સમીપે ન ૪ર૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002032
Book TitleSahitya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy