________________
નલિનકાન્ત : આ તો ફક્ત તર્કયુક્ત દલીલ છે. પ્રભુતા અને એ પણ સાચી નહિ; કારણ કે બધાં સુંદર ફળ કંઈ ઝેરી
નથી હોતાં. બિપિનચંદ્ર : અમિતાની બાબતમાં એ દલીલ સાચી છે, નલિનકાન્ત. એનામાં
રૂપ સિવાય બીજું કંઈ નથી એની જ્યારે તમને ખબર પડશે ત્યારે
તમે જિંદગીભર પસ્તારો અને મારા શબ્દો યાદ કરશો. નલિનકાન્ત : મને એવું કંઈ લાગતું નથી. પ્રભુતા હશે, હવે. મૂકીને પંચાત. એક તો થાકીને આવ્યા છે, ને તેમાં
પાછી આ માથાકૂટ. નલિનકાન્ત : પ્રભુતા, જા, બાપુજીને કહે.
પ્રભુતા : તમે જ કહોને. બિપિનચંદ્ર : મોહનલાલની સાથે શાની મંત્રણા ચાલે છે ?
પ્રભુતા : એમની પાસેના પેલા લેણાની. બિપિનચંદ્ર : હજી નથી પત્યું! પ્રભુતા ઃ ક્યાં પતાવે છે? કેટલા મહિના થઈ ગયા! પણ આમ બીજી
રીતે એ બહુ કામના માણસ છે, એટલે બાપુજી પૈસા ખાતર સંબંધ બગાડવા નથી માગતા. હવે જુઓ મુખ્ય વાત પાછી રહી જશે. બાપુજી તમને લગ્નનું પૂછે તો હા પાડી દેજો, બહુ રકઝક કરતા
નહિ. બિપિનચંદ્ર : કેમ ? હજુ તો ત્રણ વર્ષની વાર છે. મેં તને પહેલેથી જ કહ્યું છે
ને?
પ્રભુતા : હશે, પણ બાપુજી આગળ હા એ હા કરજો ને. નકામા એ બોલશે.
ને પાછું એમને બ્લડપ્રેશર છે. (એટલામાં લાલચંદ અને મોહનલાલ વાતો કરતા આવતા હોવાનો અવાજ સંભળાય છે. તેથી રસોડા તરફ જતાં, જતાં અને તમે કાગળ નિયમિત લખજો, હોં! શું કહ્યું?
[જાય છે. લાલચંદ પ્રવેશે છે.] લાલચંદ : કેમ આવી ગયા? કેવા ગયા પેપર ? બિપિનચંદ્ર : હા જી; સારા ગયા.
લાલચંદ : હવે ? બિપિનચંદ્ર : સોલિસિટર થવું છે.
૪૨૨ : સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org