________________
પ્રભુતા : જાઓ જાઓ; એવું બોલશો નહિ હું તે તમને છોડું કોઈ દિવસ. બિપિનચંદ્ર : તો પછી કંચનની બાબતમાં તું કેમ આવું વિરુદ્ધ વલણ રાખતી
થઈ ગઈ છે ? પ્રભુતા : મારા ભાઈને માટે સારી કન્યા લાવી આપવાની હોંશ ના હોય ? બિપિનચંદ્ર : કંચન કરતાં શિક્ષણ સંસ્કાર બંનેમાં ચડી જાય એવી કન્યા
પ્રભુતા : લાવ્યા છીએ. કહું ? નલિનકાત : એમને સ્વપ્નેય ખયાલ નહિ હોય.
પ્રભુતા : કહું? અમિતા! બિપિનચંદ્ર : (સાશ્ચર્ય) અમિતા ?! માણેકલાલની દીકરી ? શી વાત કરો છો ! પ્રભુતા ત્યારે અમિતા મળતી હોય તો કંચન સાથે લગ્ન કોણ કરે?
તમે જ કહો હવે ! બિપિનચંદ્ર : પણ અમિતા તો... નલિનકાન્ત : તમને કેમ આશ્ચર્ય થાય છે ? બિપિનચંદ્ર : મને એક નહિ, બે આશ્ચર્ય થાય છે, નલિનકાન્ત ! અમિતાએ
તમારે માટે હા પાડી એ એક, અને તમે અમિતા માટે હા પાડો છો એ બીજું. તમે ફક્ત ચામડીનો રંગ જોઈને જ આકર્ષાયા છો; પણ માણસનો રંગ નહિ, હૃદયનો રંગ જોવો જોઈએ. દેહના સૌંદર્ય
કરતાં આત્માના સૌંદર્ય સામે જોવું જોઈએ. નલિનકાન્ત : એ તો ફિલોસોફરોની વાત થઈ. બિપિનચંદ્ર : ના, ફિલોસોફરોની નહિ, મારા તમારા જેવાએ સમજવાની જેવી
વાત છે. નલિનકાન્ત : તો દેહનું સૌંદર્ય સાચું જ નહિ? બિપિનચંદ્ર : આત્માના સૌંદર્ય વડે એ શોભતું હોય તો જ સાચું, નહિ તો
નહિ. એકલું દેહસૌંદર્ય ભ્રામક છે, છેતરામણું છે, ચંચલ છે. યુવાનીના દિવસોમાં થોડો સમય એનું આકર્ષણ રહે છે, જીવનભર
નહિ. નલિનકાન્ત : મને તો એમ નથી લાગતું. બિપિનચંદ્ર : માટે જ કો'ક દી પસ્તાશો. સુંદર દેખાય છે એટલાં બધાં ફળ
કિંઈ સ્વાદિષ્ટ નથી હોતાં. બહુ જ સુંદર અને આકર્ષક ફળાહોય, તમે હોંશેહોંશે એ ખાવા જાઓ, અને ખબર પડે કે એ ઝેરી છે, તો? તો તમે એ માત્ર સુંદર હોવાને લીધે ખાશો?
શ્યામ રંગ સમીપે
૪૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org