________________
બિપિનચંદ્ર : ફક્ત ભૂલ નહિ. અન્યાય પણ કરી રહ્યા છે. એક ગરીબ છોકરીની
જિંદગી સાથે તમે રમત માંડી છે. સગાઈ તોડવી હતી તો આટલાં વરસ રાખી શું કામ ? અને સાચું કહેજો, તમે કંચન સાથે ફરવા
નહોતા જતા ? નલિનકાન્ત : તેથી શું? બિપિનચંદ્ર : આનો અર્થ તો એ થયો કે તમે પોતે જ કંચન સાથે પરણવા
તૈયાર નથી. તમે આવી રીતે કંચનને તરછોડી દેશો તો એ ગરીબ, નિરાધાર છોકરીનો હાથ હવે કોણ ઝાલશે? નલિનકાન્ત, તમે
એનો ભવ બગાડી રહ્યા છો એનો કંઈ વિચાર આવે છે ? નલિનકાન્ત : તેથી મારે મારો ભવ બગાડવો ? પ્રભુતા : પોતાનો ભવ બગાડી પારકાનો ભવ સુધારવા કોઈ જતું હશે
ખરું? બિપિનચંદ્ર ઃ હા; પણ આમાં તમારો ભવ બગાડવાની ક્યાં વાત છે ? તમે
આટલાં વરસ એનો જે હાથ પકડી રાખ્યો એ પ્રેમને એક રૂપાળી છોકરીની નવી લાલચમાં લપસીને નહિ અભડાવવાની તમારી અસલિયત આમાં તો સાચવવાની છે. તેને બદલે આજે એની નિરાધારીમાં છે માત્ર કાળી હોવાના બહાને એને તરછોડી નાખવા તૈયાર થાઓ એ નરી નિર્દયતા છે. અને કંચન એટલી કાળી યે નથી. પણ એક વખત એ રીતે જુઓ, એટલે એ હોય તે કરતાંય વધારે કાળી લાગવાની. માટે જ સૌંદર્યમીમાંસકો કહે
છે ને, કે સૌંદર્ય વસ્તુ ગત કરતાં ભાવગત વધારે છે. પ્રભુતા : શું ભૈસાબ, તમે પણ મોટી મોટી વાતો કરો છો ! બિપિનચંદ્ર : ફક્ત હું નહિ, નલિનકાન્ત પણ એ જ કહેતા હતા. બોલો
નલિનકાન્ત, હૃદયપૂર્વક કહેજો: પહેલાં કંચન તમને નહોતી ગમતી ? અને કંચન કાળી છે એના બચાવમાં તમે ટાગોરનું પેલું ગીત નહોતા ગાતા? પ્રભુતાને) અને તું પણ મને પેલું ગીત
ગાઈને... પ્રભુતા : હસીને) એ તો હું મારા કૃષ્ણને ચીડવવાની જ. (હસતાં ગાતી)
શ્યામ રંગ સમીપે....” બિપિનચંદ્ર (હસતાં) અને એમ કરતાં એક દિવસ નલિનકાન્તની પેઠે તું પણ
મને.
૪૨૦ કે સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org