________________
નલિનકાન્ત : પ્રભુતાને) તું જ કહે ને.
પ્રભુતા : એક ખુશખબર છે. બોલો, શું હશે? બિપિનચંદ્ર ઃ ભગંભીરતાથી નલિનકાન્તની ફરી સગાઈ થવાની છે?
પ્રભુતા : હા, તમને ક્યાંથી ખબર ? નલિનકાન્ત : પણ તમે કેમ આમ ગંભીર છો ? બિપિનચંદ્ર : જુઓ નલિનકાન્ત, તમારી અંગત બાબતમાં માથું મારું તો માફ
કરજો; પણ તમે કંચન સાથેની સગાઈ તોડી... નલિનકાન : (સાશ્વર્ય તમે ક્યાંથી જાણ્યું ? બિપિનચંદ્ર : ગમે ત્યાંથી; – માની લો, કંચન પાસેથી. નલિનકાન : અત્યારે નીચે મળી હશે!
પ્રભુતા : હા, એમ જ લાગે છે. નલિનકાન્ત : બાપુજી કહે છે કે એ કાળી છે. બિપિનચંદ્ર : પણ તમે પોતે શું કહો છો ? નલિનકાન્ત : કાળી છે એમાં તો પ્રશ્ન જ નથી. બિપિનચંદ્ર : અત્યાર સુધી કાળી નહોતી ? તે હવે લગ્ન કરવાની ઘડીએ લાગી
અને સગાઈ તોડી નાખવા સુધીનો વિચાર કરો છો ? પ્રભુતા : એમાં ભાઈનો જરાય વાંક નથી. ભાઈ બીચારા ઘોડિયામાં હતા
ત્યારે બાપુજીએ સગાઈ કરી નાખેલી. અને આજે આપણી
વાતમાં એવી સગાઈ ક્યાં નથી તૂટતી ? બિપિનચંદ્ર : એમાં બાપુજીને વચ્ચે લાવવાની શી જરૂર ? જે નક્કી કરવાનું
હોય તે તો તમારે જ કરવાનું છે. નલિનકાન્ત : બાપુજી બેઠા હોય ત્યાં સુધી આપણાથી શું બોલાય ? બિપિનચંદ્ર : નલિનકાન્ત, તમે જ બહુ ઢીલા છો. સાચું કહું છું. તમે જો મક્કમ
રહો તો પછી બાપુજી શું કરવાના હતા ? પ્રભુતા : એમ બાપુજીની સામે થવાતું હશે? બિપિનચંદ્ર : ખોટું થતું હોય તો થવું યે પડે. પ્રભુતા : બાપુજી જરાય ખોટું કરતા નથી. ઊલટાનું, ભાઈને સારી કન્યા
મળે એટલા માટે મોહનલાલ શેઠ મારફત કેટલી મહેનત.. બિપિનચંદ્ર : મને લાગે છે કે આ બધી ખટપટ મોહનલાલની જ છે. તમારા
બાપુજી આ એક ગંભીર ભૂલ કરી રહ્યા છે. નલિનકાન્ત : એમાં ભૂલ શાની?
શ્યામ રંગ સમીપે ન ૪૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org