________________
માણસનું તો કાળજું જ બેસી જાય ને ? તને જ, દાખલા તરીકે,
અત્યારે બિપિનચંદ્ર ના પાડી દે તો કેવું થાય ? પ્રભુતા : બિપિનચંદ્ર મને શું કામ ના પાડે? મારામાં એવી શી ખોડખાંડપણ
કે અવગુણ છે? નલિનકાન્ત : ત્યારે કંચન કાળી છે, એ સિવાય બીજો શો અવગુણ છે એનામાં ?
ઊલટાનું તું બિપિનચંદ્રને શ્યામ હોવા માટે જેવી રીતે... પ્રભુતા : (ઉગ્ર થઈ જાવ, જાવ. એવી ખોટી વાત કરો નહિ. પૂછજો બિપિનચંદ્રને...
(ઘંટડી વાગે છે. પ્રભુતા ઊભી થઈ
બારણું ઉઘાડે છે. બિપિનચંદ્ર પ્રવેશે છે.] પ્રભુતા : આવો. નલિનકાન્ત : આવો બિપિનચંદ્ર. કેમ, કેવો ગયો અત્યારનો પેપર ? બિપિનચંદ્ર : સારો ગયો. નલિનકાન્ત : આજે છૂટ્યા ત્યારે. બિપિનચંદ્ર : હા, આજથી ઉજાગરા બંધ.
પ્રભુતા : પાણી લાવીને આપતાં) ખૂબ થાકી ગયા લાગો છો ? બિપિનચંદ્ર : ના, જરા વિચારમાં હતો. નલિકાન્ત, શું શેઠસાહેબ આવી ગયા
નલિનકાન્ત : હા, તમારી જ રાહ જુએ છે. બાજુના રૂમમાં બેઠા છે, મોહનલાલ
શેઠ સાથે. બિપિનચંદ્ર : મોહનલાલ ? યશવંતના બાપા? નલિનકાન્ત : હા. જા ને પ્રભુતા, બાપુજીને કહે.. બિપિનચંદ્ર : કામમાં હોય તો હમણાં ભલે ત્યાં બેઠા. ત્યાં સુધી આપણે વાતો
કરીએ. પ્રભુતા : હા, પછી આપણી વાત નહિ થાય. નલિનકાન્ત : કેમ, આગળ પછી શું નક્કી કર્યું? બિપિનચંદ્ર : એલએલ.એમ.નો તો પાકો વિચાર હજુ કર્યો નથી, પણ
સોલિસિટરનું કરવા તો આવવાનો જ છું. નલિનકાન્ત : તો તો બે-ત્રણ વર્ષ અમને તમારી કંપની મળવાની.
પ્રભુતા : ભાઈ, મુખ્ય વાત કરી દોને. પછી બાપુજી આવશે એટલે... બિપિનચંદ્ર : શું ?
૪૧૮ : સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org