________________
પ્રભુતા : એમાં અમે શું જાણીએ ? તમને એમ લાગતું હોય તો જાવ પૂછો જઈને બાપુજીને.
ન
નલિનકાન્ત : પ્રભુતા, તું વચ્ચે ન બોલ, કંચન, તું અત્યારે જતી રહે, – સમજીને જતી રહે. નકામું તારું અપમાન થશે.
કંચન : જે થાય તે; હું જવાબ લીધા વગર જવાની નથી. બાપુજી ગમે ? તમે ના કહેતા હો તો મારે કંઈ મારી મેળે મારું ફોડી લઈશ; ને
તે કહે. તમે પોતે શું કહો છો બળજબરીથી પરણવું નથી. નહિ ફાવે તો ઝેર ખાઈશ ! પ્રભુતા : જુઓ, એવી ધમકીથી અમે બી જવાનાં નથી, સમજ્યાં ? લ્યો, હું જ તમને કહી દઉં કે મારા ભાઈ તમારી સાથે લગ્ન...
નલિનકાન્ત : (વચ્ચે) પ્રભુતા ! તને કોણ આ બધું ડહાપણ કરવાનું કહે છે ? (કંચનને) જો કંચન, હું તને હા કે ના કહું એ કશું ચાલવાનું નથી. બાપુજી થોડા વખતમાં તારે ઘેર કહેવડાવી દેશે, બસ ? પછી...
કંચન : એમ જ કહોને કે તમારે જ નથી પરણવું, પણ પોતાના મોઢે મગનું નામ મરી નથી પાડવું. ને બાપુજી' બાપુજી' કર્યા કરવું છે ! પ્રભુતા : જે સમજો તે...
નલિનકાન્તઃ પ્રભુતા ! તને કહ્યું ને કે તું વચ્ચે ન બોલ ! કંચન, તને પણ કેટલી વાર કહ્યું કે અત્યારે અહીંથી જતી...
કંચન : (ઉગ્ર થઈ, જતાં જતાં) આ બધું પૈસાનું જ અભિમાન ! પ્રભુતા (સરોષ) હા, હા, જા –
નલિનકાન્ત : (ઘાંટો પાડીને) પ્રભુતા !!
કંચન : (જતાં જતાં આંખમાં આંસુ સાથે) હવે આ કંચનને જીવતી નહિ જુઓ.
[જાય છે.]
નલિનકાન્ત : તું નાહક વચ્ચે ડબડબ કરતી'તી.
પ્રભુતા : પણ ભાઈ, મને તમારી રીત જ પસંદ નથી. એક વખત ચોખ્ખી ના કહી દીધી હોત તો થોડી પછી ઊભી રહેવાની હતી ? નલિનકાન્ત : એમ એકદમ ના કહી દેવાની શી જરૂર ? સામા માણસનો પણ વિચાર કરવો જોઈએ ને ? પંદર-સોળ વરસ સગાઈ રાખી, ને હવે જ્યારે એ નિરાધાર થઈ છે ત્યારે ના કહીએ તો સામા
શ્યામ રંગ સમીપે ૪૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org