________________
નલિનકાન્ત : હા, અમે બંને ગયાં હતાં.
લાલચંદ : સીધા અહીં જ આવવાના છે ને? નલિનકાન્ત : હા.
લાલચંદ : જવાનું ક્યારે રાખ્યું છે? નલિનકાન્ત : કાલ સાંજની ગાડીમાં. લાલચંદ ઠીક, હું જરા મોહનલાલ શેઠ સાથે બાજુના રૂમમાં બેઠો છું.
બિપિનચંદ્ર આવે એટલે મને બોલાવજે; જતાં જતાં) મારે વાત
કરવી છે. નલિનકાન્ત : સારું.
લાલચંદ અને મોહનલાલ જાય છે.] પ્રભુતા : બાપુજીને એમની સાથે શી વાત કરવાની હશે ભાઈ ? નલિનકાન્ત : તારા લગ્નનીસ્તો.
પ્રભુતા : પણ એ તો કહે છે કે હજુ બે-ત્રણ વર્ષ સુધી લગ્ન નથી કરવાં. નલિનકાન્ત : ભલેને કહે. બાપુજી પૂછશે એટલે ના થોડી પાડવાની છે? પ્રભુતા : જલદી માની જાયતો સારું.... (ઘંટડી વાગે છે.) એ જ આવ્યા લાગે
છે. (ઉત્સાહમાં આવી બારણું ખોલવા જાય છે ત્યાં કંચનને જોઈ) આ તો કંચનભાભી – કંચનબહેન આવ્યાં છે !
કિચન પ્રવેશ કરે છે.] કંચન : “ભાભી'માંથી “બહેન' ક્યારથી ? નલિનકાન્ત : તને કહ્યું હતું કે, કંચન, કે હમણાં અહીં ન આવતી ? અત્યારે
બાપુજી તને જોશે તો અમને કેટલું લડશે ? કંચન : શું કામ લડે ? હું કંઈ થોડી પારકે ઘેર આવી છું? નલિનકાન્ત : પણ તને મેં કહ્યું હતું ને કે થોડા દિવસમાં તને “હા -- નાનો
જવાબ મળી જશે. કંચન : હા; ને ત્યારનો મારો જીવ કેટલો ઊડી ગયો છે! તમને ખબર
છે, મારી બાએ આજે ત્રણ દિવસથી ખાધું પણ નથી ! પ્રભુતા : તેમાં અમે શું કરીએ ? બાપુજી આગળ અમારાથી કંઈ ઓછું
જ બોલાય છે ? કંચન : (સરોષ) ના કેમ બોલાય ? આટલાં વરસ સગાઈ રાખી અને હવે
લગ્નનું પુછાવ્યું ત્યારે વિચાર કરવા બેઠા ? મારા બાપુજી જીવતા બેઠા હતા ત્યારે કરવો તો ને વિચાર.
૪૧૬ ર સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org