________________
૨૭ શ્યામ રંગ સમીપે
પાત્રો
બિપિનચંદ્ર મોહનલાલ નલિનકાન્ત માણેકલાલ પ્રભુતા
અમિતા કિંચન
ગોર મહારાજ લાલચંદ
અન્ય માણસો યશવંત
પ્રવેશ પહેલો સ્થળ : લાલચંદ શેઠના ઘરનું વાનખાનું. સમયઃ સાંજના સાતનો. નલિનકાન્ત અને પ્રભુતા છાપું વાંચે છે અને પાનાંની અદલાબદલી કરે છે, ત્યાં લાલચંદ અને મોહનલાલ પ્રવેશ કરે છે. નલિનકાન્ત ને પ્રભુતા ઊભાં થાય
છે. મોહનલાલ તેમને બંનેને જોઈને મોં મલકાવે છે.] લાલચંદ : પ્રવેશીને, કોટ ઉતારતાં બિપિનચંદ્ર હજુ નથી આવ્યા? નલિનકાન્ત : ના બાપુજી, (કાંડા ઘડિયાળ સામે જોઈ) પણ સાત થવા આવ્યા
છે, એટલે હવે આવવા જોઈએ. લાલચંદ : પરીક્ષા કેટલા વાગ્યે પૂરી થાય છે ? નલિનકાન્ત : છ વાગ્યે. લાલચંદ : બપોરે તું ગયો'તો નાસ્તો લઈને ?
શ્યામ રંગ સમીપે ૪૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org