________________
અને શાંત ચિત્તે મુલવણી કરી છે. દીર્ઘસૂત્રી બન્યા વગર બધા જ મુદ્દાઓને આવરી લેતી, શિષ્ટ, સંસ્કારી, પ્રાસાદિક અને સંયમિત ભાષામાં થયેલું એમનું વિવેચન એટલું જ આસ્વાદ્ય અને હૃદયંગમ બન્યું છે. એમાં દૃષ્ટિની ગહનતા અને વ્યાપકતા, વિવેક અને નિષ્ઠા, તટસ્થતા અને સહૃદયતા, નિખાલસતા અને નિર્ભયતા, ગુણાનુરાગિતા અને સૂક્ષ્મદર્શિતા, ચિંતનશીલતા અને સત્ત્વશીલતા જેવાં ગુણલક્ષણોનો સુભગ સમન્વય થયો છે અને એથી જ એમનું આ વિવેચનકાર્ય મૂલ્યવાન બન્યું છે.
સુન્દરમૂના આ વિવેચનગ્રંથને પ્રગટ થયાને પા સદી થવા આવી અને એટલા સમયમાં ગુજરાતી કવિતાનો વધુ અને વધુ અભ્યાસ થતો રહ્યો છે, પરંતુ “અર્વાચીન કવિતા' જેટલું કે તેથી વધુ સામર્થ્ય દર્શાવે એવો અર્વાચીન ગુજરાતી કવિતાનાં વિવેચનનો કોઈ ગ્રંથ હજુ આપણને સાંપડ્યો નથી અને સાંપડશે ત્યારે પણ
અર્વાચીન કવિતાનું મૂલ્ય તો મહત્ત્વનું રહ્યું જ હશે. કાળના પ્રવાહમાં સમયે સમયે જૂની કૃતિઓનું નવેસરથી મૂલ્યાંકન કરવાનો અવસર નવી નવી પેઢીઓને પ્રાપ્ત થતો જવાનો. એટલે ૧૮૪૫માં શરૂ થયેલી અર્વાચીન ગુજરાતી કવિતાએ જ્યારે બીજો એક આખો સૈકો જોયો હશે ત્યારે પણ પહેલા સૈકાની આપણી ગુજરાતી કવિતાનું આપણા એક સમર્થ અને સંનિષ્ઠ કવિ-વિવેચકે કરેલું આ વિવેચનકાર્ય ઘણે અંશે સંમાન્ય રહ્યું હશે અને માટે જ કવિ સુન્દરમના આ વિવેચનને આપણે શકવર્તી વિવેચન તરીકે અવશ્ય ઓળખાવી શકીએ.
૪૧૪ - સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org