________________
ત્યારે પહેલી જ વાર જાહેરમાં, વ્યવસ્થિત રૂપમાં આવી. અલબત્ત, કેટલેક સ્થળે લેખકનું લખાણ ઘણું જ મિતાક્ષરી બની ગયું છે. ઉદાહરણ તરીકે શ્રીમદ્ રાજચંદ્રની કવિતાનો લેખકે આપેલો પરિચય શ્રીમદ્ રાજચંદ્રના કોઈ પણ અભ્યાસીને સંતર્પક નહિ લાગે. તેવી રીતે, “બહેન સરસ્વતીનું “શ્રી ભક્તિરસામૃત' (૧૯૩૯) એક સુજ્ઞ લેખિકાની કૃતિ તરીકે નોંધપાત્ર બને છે" (અર્વાચીન કવિતા, બીજી આવૃત્તિ, પૃ.૫૦૭) એવો દોઢેક પંક્તિમાં કરેલો અછડતો નિર્દેશ કે એવા કેટલાક ગૌણ કવિઓનો પરિચય એવો હશે કે જે કેટલાકને પૂરતો ન લાગે, પરંતુ ગ્રંથપ્રતિજ્ઞા અને કદમર્યાદાને કારણે જ લેખકને એવો માત્ર મિતાક્ષરી પરિચય આપવો પડ્યો છે એ આપણે લક્ષમાં રાખવું જ જોઈએ.
અલબત્ત, અર્વાચીન કવિતાની લેખકે અહીં આપી છે તે રૂપરેખાને ભિન્નભિન્ન દૃષ્ટિકોણથી ઘણીબધી રીતે વધારાઉમેરા સાથે વિસ્તારી શકાય તેવી છે તે લેખકના પોતાના પણ ખ્યાલમાં જ છે. એ વિશે પ્રસ્તાવનામાંના એમના શબ્દો જ જુઓ :
“આ રેખા સળંગ રૂપની છે છતાં ઘણી ક્ષીણ છે. આપણી કવિતાને તેના વિવિધ સંદર્ભોમાં જોઈ શકવા માટે આ રેખાને વિવિધ રીતે પુષ્ટ કરવાની અપેક્ષા હજી ઊભી રહે છે. કવિની કળાશક્તિનાં પ્રતિનિધિત્વરૂપ પર્યાપ્ત દચંતો, કવિનું સાંસ્કારિક ઘડતર, કવિના કાવ્યને સમજવા માટે ઓછામાં ઓછી આવશ્યક હોય તેટલી કવિજીવનની ભૂમિકા; કવિના જીવનની પશ્ચાદ્ભૂમાં કે અગ્રભૂમાં પ્રવર્તી રહેલાં આંતર અને બાહ્ય બળો, સત્ત્વો, પરિસ્થિતિ, પ્રવાહો; અને કાવ્યસમગ્રનો સમગ્ર જીવનમાં થતો વિનિયોગ તથા તેના દ્વારા સધાયેલી કળાની સિદ્ધિ, જીવનના વિવિધ આવિર્ભાવોમાં ઉમેરાયેલો આનંદ અને સૌંદર્યનો નવો આવિર્ભાવ : આ બધાંની અભ્યાસીના અને તત્ત્વપિપાસુના અંતરને તૃપ્ત કરે તેવી રજૂઆત થવી જરૂરી છે. પણ તે એક વ્યક્તિનું કામ નથી; અને હોય તોપણ એક ગ્રંથનું કામ નથી... આવું વિશાળ બૃહદ્ અને ઉદાર કાર્ય એક દિવસ સિદ્ધ થાઓ એવો મધુર સંકલ્પ જ અત્યારે તો વ્યક્ત કરું છું.” અહીં લેખકે અર્વાચીન ગુજરાતી કવિતાના વિવિધ અભિગમયુક્ત અભ્યાસ માટે કરેલાં સૂચનો ભવિષ્યના અભ્યાસીને, કોઈ પણ કવિતાના અભ્યાસ માટે માર્ગદર્શક નીવડે એવાં છે.
આમ, આ ગ્રંથમાં સુન્દરમે અર્વાચીન ગુજરાતી વિષય, વિચાર, ભાષા, ભાવોર્મિ, કલ્પના, રસ, અલંકારો, વૃત્તો, ભાવપ્રતીકો, વ્યંજનાઓ, સ્વરૂપ, પ્રયોગશીલતા, રીતિ, શૈલી, પરંપરા, કવિપ્રતિભા, આત્મલક્ષિતા, મૌલિકતા, અસર, અનુકરણ, સરળતા-દુર્બોધતા-બોધકતા, સામાજિક-ધાર્મિક પ્રતિબિંબ કે લોકજીવનનો પ્રભાવ ઈત્યાદિ કાવ્ય અને કાવ્યવિવેચનનાં વિવિધ અંગોપાંગની દૃષ્ટિએ, સ્વચ્છ
શતાબ્દની કવિતાનું શકવર્તી વિવેચન
૪૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org